આવતીકાલે રાજકોટના ખંઢેરી મેદાનમાં ભારત અને ઇંગ્લેન્ડની ટીમ વચ્ચે ટેસ્ટ મેચ રમાનાર છે.ત્યારે આ ટેસ્ટ મેચને લઇ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ઉચ્ચ પોલીસ અધિકારીઓની નીગરાની હેઠળ 242 જવાનો મેચને લઇ બંદોબસ્તમાં તૈનાત રહેશે.સ્ટેડિયમના એન્ટ્રી ગેઇટ પર મેટલ ડિકેટર મારફત ચેકિંગ કરવામાં આવશે.
તા. 15/02/2024 થી તારીખ 19/02/2024 દરમિયાન ખંઢેરી સ્ટેડીયમમાં ભારત-ઇગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝનો ત્રીજો ટેસ્ટ મેચ રમાનાર છે.જે મેચમા મોટી સંખ્યામા પ્રેક્ષકો મેચ નીહાળવા આવશે. છે. મેચ દરમિયાન કોઇ અનીચ્છનીય બનાવ ના બને તે હેતુથી રાજકોટ રેંન્જના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવની સુચના હેઠળ તેમજ રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ડી.વાય.એસ.પી-3 પી.આઇ.4 પી.એસ.આઇ 24 પોલીસ કર્મચારી 84 મહીલા 38 ટ્રાફીકના 33 તથા ટી.આર.બી ના 25 તથા જી.આર.ડી -30 સહીત કુલ 242 તેમજ ખાનગી સીક્યુરટીના માણસો સહીતનો ચુસ્ત બદોબસ્ત ગોઠવવામા આવેલ છે.
આ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી તેમજ એસ.ઓ.જી ટીમ તેમજ બી.ડી.ડી.એસ ની ટીમ-1 સી.સી.ટી.વી સર્વેલન્સની ટીમ-1 દ્વારા બંદોબસ્ત જાળવવામા આવનાર છે.તેમજ સ્ટેડીયમમા પ્રવેશવાના ગેઇટ પર ચેંકીગ માટે એચ.એચ.એમ.ડી-35 તેમજ બેગર્સ સ્કેનર-2 તેમજ ડી.એફ.એમ.ડી-18 નો ઉપયોગ કરવામા આવનાર છે.
ગ્રાઉન્ડની અંદર ખેલાડીઓની સુરક્ષા સુનીશ્વીત કરવા ઉપર મુજબ સઘન પોલીસ બંદોબસ્ત રાખવામા આવેલ છે.તથા તમામ પેક્ષકોને ચેતવણી આપવામા આવી છે કે, ગ્રાઉન્ડની અંદર અન-અધિક્રુત રીતે પ્રવેશ કરનાર તેમજ મેચમા કોઇ વિક્ષેપ કે કોઇ ગ્રાઉન્ડની અદર કોઇપણ પ્રકારનો પ્રદાર્થ ફેંકનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech