કોટડા બાવીસીના શખ્સની મુદામાલ સાથે ધરપકડ
જામજોધપુર વિસ્તારમાં ટ્રેકટરની ટ્રોલીની ચોરીનો ગુનો દાખલ થયો હતો જેમાં પોલીસે તપાસ કરીને ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે કોટડા બાવીસી ગામના શખ્સને મુદામાલ સાથે દબોચી લેવામાં આવ્યો છે.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ મિલ્કત સબંધી ચોરીના ગુનાઓ શોધી કાઢવા જરી સુચના કરેલ હોય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા લાલપુર વિભાગના માર્ગદર્શન હેઠળ જામજોધપુર પોલીસ સ્ટેશન પીઆઇ એ.એસ. રબારીએ સ્ટાફના માણસોને મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા જણાવેલ હોય.
દરમ્યાન જામજોધપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલગુનાના કામે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન પો.હેડ કોન્સ ધર્મેન્દ્રસિંહ કંચવા, પો.કોન્સ વલ્લભભાઇ ભાટ્ટુને ખાનગી રાહે હકીકત મળેલ કે ઉપરોકત ગુનામાં ગયેલ મુદામાલ ટ્રેકટરની ટ્રોલી આ કામેનો આરોપી ગોગન લાખા મોરી હાલ રહે. કોટડા બાવીશી જામજોધપુરવાળો લઇને પાટણ ગામ તરફથી જામજોધપુર આવવાનો છે જે હકીકત અધારે આરોપીને મુદામાલ ટ્રેકટરની ટ્રોલી સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech