બનાવની મળતી વિગત મુજબ શહેરના રૈયારોડ પર પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલની સામે શુભમ ડુપ્લેક્સમાં રહેતા અને યાર્ડ પાછળ ટ્રાન્સપોર્ટનગરમાં પૂનમ રોડવેઝ નામથી ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા મગનભાઈ હરજીભાઇ ધોળકિયા (ઉ.વ.67) તેમના બંને પુત્રો સુનિલ (ઉ.વ.38) અને નયન (ઉ.વ.32) ત્રણેય ગત સાંજે ટ્રાન્સપોર્ટની ઓફિસે હતા ત્યારે પાછળની શેરીમાં અને નવાગામમાં સોનલકૃપા એન્ટરપ્રાઇઝ નામની ટ્રાન્સપોર્ટની ઓફિસ ધરાવતા યોગીરાજસિંહ શક્તિસિંહ પરમારએ મગનભાઈને ફોન કરી કહ્યું હતું કે, મારા ભત્રીજાને એસ.ટી.બસમાં નોકરી માટે તમારા પૂનમ રોડવેઝનો લેટરપેડ સહી સિક્કા વાળો જોઈએ છે. જે આપવાની પ્રૌઢે ના પાડતા યોગીરાજસિંહ ફોનમાં ઉશ્કેરાઈ ગાળાગાળી કરી તમે ક્યાં છો, હું હમણાં આવું છું કહી થોડીવારમાં કાર લઈને યોગીરાજ તેની સાથેના માધવ પરમાર, રૂષિરાજ જાડેજા અને અજાણ્યો શખ્સ આવ્યા હતા અને પ્રૌઢને ઓફિસ બહાર બોલાવી તમે કેમ લેટર પેડ આપવાની ના પાડી અને ફોનમાં કેમ ઉંચે અવાજે વાત કરતા હતા કહી ઝગડો કરી ધોકા અને છરી વડે મારમારવા લાગતા ઓફિસ અંદર બેઠેલા બંને પુત્રો સુનિલ અને નયન બહાર આવી પિતાને છોડાવવા વચ્ચે પડતા તેની ઉપર પણ ચારેય શખ્સોએ ધોકા છરી વડે હુમલો કર્યો હતો. મારામારીના પગલે આસપાસના લોકો ભેગા થઇ જતા વધુ મારમાંથી છોડાવ્યા હતા. ચારે શખ્સોએ જતા જતા ઓફિસ અને વાહનમાં તોડફોડ કરી નુકશાન કર્યું હતું. પિતા-પુત્રોને ઇજા થવાથી પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
બનાવ અંગે કુવાડવા પોલીસે ટ્રાન્સપોર્ટ સંચાલક સહીત ચારેય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech