પોરબંદરના રાણાવાવ ખાતે મહિલાઓના હસ્તે વૃક્ષારોપણ સહિત કાર્યક્રમ યોજાયા હતા.
વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાણાવાવ નગરપાલિકા દ્વારા અમૃત મિત્ર યોજના હેઠળ એક આગવી પહેલ તરીકે વુમન ફોર ટ્રી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.આ વિશિષ્ટ કાર્યક્રમ અંતર્ગત રાણાવાવ નગરપાલિકા ગાર્ડન ખાતે મહિલાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને પર્યાવરણ જાગૃતિ માટે પ્રેરિત કરીને વૃક્ષારોપણના કાર્યમાં સહભાગી બનાવવાનો રહ્યો હતો.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ મહિલાઓએ વૃક્ષો વાવીને પર્યાવરણ જાળવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં રાણાવાવ નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન ભુતિયા, ઉપપ્રમુખ રમાબેન પીપરોતર તેમજ યુ.એલ.બી.કાઉન્સિલર સર્વે શીલાબેન કારાવદરા, યાસ્મીનબેન પોપટિયા અને મિલનભાઈ પુરોહિતે વિશેષ હાજરી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech