તાજેતરમાં જ ટ્રમ્પ પ્રશાસને જાહેરાત કરી હતી કે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની પત્ની ઉષા વેન્સ ગ્રીનલેન્ડની મુલાકાત લેશે. જોકે હવે ટ્રમ્પ પ્રશાસને ઉષા વેન્સનો પ્રવાસ રદ કર્યો છે. ઉષા વેન્સ સાથે જેડી વેન્સ પણ ગ્રીનલેન્ડની મુલાકાત લેવાના હતા. ગ્રીનલેન્ડના લોકોએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે.
રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની નજર ગ્રીનલેન્ડ પર છે. ટ્રમ્પની ઈચ્છા છે કે ગ્રીનલેન્ડ અમેરિકાનો ભાગ બને. આ દરમિયાન ટ્રમ્પ પ્રશાસને જાહેરાત કરી હતી કે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની પત્ની ઉષા વેન્સ ગ્રીનલેન્ડની મુલાકાત લેશે. જોકે હવે ટ્રમ્પ પ્રશાસને ઉષા વેન્સનો પ્રવાસ રદ કર્યો છે. જણાવી દઈએ કે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ શુક્રવારે ગ્રીનલેન્ડની મુલાકાત લેવાના છે.
ડોગસ્લેડ રેસનો ભાગ બનવાના હતા ઉષા
ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની પત્ની ઉષા વેન્સે રવિવારે જાહેરાત કરી હતી કે તેઓ આ સપ્તાહે ગ્રીનલેન્ડની રાષ્ટ્રીય ડોગસ્લેડ રેસ, અવન્નાટા ક્યુમુસેર્સુ જોવા જશે અને દેશની સુંદર ભૂમિ, સંસ્કૃતિ અને પરંપરાઓ વિશે જાણશે. રાષ્ટ્રીય ડોગસ્લેડ રેસમાં 444 કૂતરા ભાગ લે છે.
ડેનમાર્કના પીએમએ ઉષાના પ્રવાસનો કર્યો હતો વિરોધ
અમેરિકાના આ નિર્ણયનો ગ્રીનલેન્ડમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે. આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે ગ્રીનલેન્ડના લોકો ઉષા વેન્સના પ્રવાસનો પણ વિરોધ કરશે. ઉષા વેન્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રમ્પ પ્રશાસને આ નિર્ણય લીધો છે.
યોજના હતી કે ઉષા વેન્સ ગ્રીનલેન્ડની રાજધાની નુઉકની મુલાકાત લેશે. તેમની સાથે અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈક વોલ્ટ્સ અને અમેરિકી ઉર્જા સચિવ ક્રિસ રાઈટ પણ જવાના હતા. ડેનમાર્કના વડાપ્રધાને પણ જેડી વેન્સ અને તેમની પત્નીના પ્રવાસનો વિરોધ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech