અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારી પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં, એવો દાવો કરવામાં આવ્યો છે કે ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેન 2020માં જ મૃત્યુ પામ્યા છે. ત્યારથી ફક્ત તેમના બોડી ડબલ અને રોબોટ જ જોવા મળ્યા છે. આ બોડી ડબલ્સમાં બિડેનની જેમ વિચારવાની અને સમજવાની ક્ષમતા નથી.
આ પોસ્ટ મૂળ રૂપે એક અજાણ્યા એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી હતી, જેને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફરીથી શેર કરવામાં આવી છે. પોસ્ટમાં વધુમાં લખ્યું હતું કે, "આ કોઈ જો બાઈડેન નથી, તેમની હત્યા 2020 માં જ થઈ હતી. તમે જે જોઈ રહ્યા છો તે બાઈડેનના ક્લોન ડબલ અને રોબોટ્સની મદદથી બનાવેલા પુતળા છે, જેમાં કોઈ આત્મા નથી અને વિચારવા અને સમજવા માટે કોઈ મન નથી. જો કે, ડેમોક્રેટ્સ બંને વચ્ચેનો તફાવત જાણતા નથી.ટ્રમ્પની આ પોસ્ટ એક દિવસ પછી આવી છે જ્યારે તેમણે કહ્યું હતું કે લોકોએ જો બાઈડેન વિશે ખરાબ ન વિચારવું જોઈએ.
ઉલેખનીય છે કે જો બાઈડેન પ્રોસ્ટેટ કેન્સરથી પીડાય છે. તેમની ગંભીર બીમારી થોડા સમય પહેલા જાહેર થઈ હતી. બાઈડેનએ કહ્યું - આશા છે કે આપણે કેન્સરને હરાવી શકીશું ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિડેને શુક્રવારે તેમની સારવાર બાદ પોતાનું પહેલું જાહેર નિવેદન આપ્યું. મેમોરિયલ ડે ઇવેન્ટ પછી પત્રકારો સાથે વાત કરતા, 82 વર્ષીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ પહેલાથી જ સારવાર હેઠળ છે. "આશા છે કે આપણે તેને હરાવી શકીશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech