ભાવનગર જિલ્લામાં હળવા વરસાદની આગાહી વચ્ચે મંગળવારે બપોરથી સાંજ સુધીમાં ગારિયાધારમાં ધોધમાર અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. આથી ઠેર ઠેર પાણી ભરાયાં હતાં.ભાવનગર શહેર અને ઘોઘામાં પા ઈંચ વરસાદ પડયો હતો.જ્યારે જેસર અને પાલીતાણામાં ઝાપટા પડ્યા હતા.પાંચ તાલુકામાં મેઘવિરામ રહયો હતો.ગ્રામ્ય પંથકોમાં પણ સારા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો.
આ વર્ષે ગારિયાધારમાં મેઘકૃપા સારી રહી છે . બપોર બાદ શરૂ થયેલા ધોધમાર વરસાદથી સાંજ સુધીમાં અઢી ઈંચ પાણી વરસી ગયું હતું.આથી ઠેર ઠેર પાણી ભરાયુ હતું.ગારિયાધારમાં આ વર્ષે અત્યાર સુધીમાં કુલ ૧૯ ઈંચ ઉપરાંત વરસાદ પડ્યો છે.ગારિયાધારના ગ્રામ્ય પંથકો ગુજરડા, રૂપાવટી, સમઢિયાળા, પાલડી,પરવડીમાં પણ સારા પ્રમાણમાં વરસાદ પડયો હતો.
ભાવનગર શહેરમાં મંગળવારે વારે સાંજે હળવા ભારે ઝાપટાં પડ્યાં હતા.આથી પા ઇંચ વરસાદ પડયો હતો.શહેરના કેટલાક પરા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.ઘોઘામાં પણ સાંજના સુમારે મેઘસવારી આવી પહોંચી હતી અને પા ઇંચ પાણી પીરસી દીધુ હતુ.જ્યારે જેસર અને પાલિતાણામાં પણ સાંજના સુમારે ઝાપટા પડયા હતા
મંગળવારે રાત્રિ સુધીમાં ગારિયાધારમાં ૬૧, ભાવનગર શહેરમાં ૮, ઘોઘામાં ૮,જેસરમાં ૫,પાલિતાણામાં ૪ મિ.મી. વરસાદ પડ્યાનું સરકારી ચોપડે નોંધાયું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech