માળિયા તાલુકન વવાણીયા ગામે શિકાર કરવા ગયેલા મિત્રોને બોલાચાલી થયા બાદ ઉગ્ર ઝઘડો થતા બંદુક વડે ફાયરીંગ કરી યુવાનની હત્યા નીપજાવવામાં આવી હતી જે બનાવ મામલે માળિયા પોલીસે ગુનો નોંધી હત્યાના ગુનામાં સંડોવાયેલ બે ઇસોને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના મહેન્દ્રપરા શેરી નં 10 માં રહેતા ગુલામહુશેન અબ્દુલ પીલુડીયા (ઉ.વ.62) વાળાએ આરોપી અસ્લમ ગફુર મોવર રહે વાવડી રોડ મોરબી અને જાવેદ ઉર્ફે જાવલો હાજી જેડા રહે માળિયા (મી.) એમ બે આરોપીઓ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે ફરિયાદીના દીકરા વસીમ પીલુડીયા અને આરોપીઓ અસ્લમ મોવર તેમજ જાવેદ જેડા ત્રણેય વવાણીયા ગામની સીમમાં શિકાર કરવા ગયા હતા ત્યારે આરોપી અસ્લમે ઝાડીમાં છુપાવેલ દેશી બનાવટની બંદુક કાઢી લોડ કરી હતી અને શિકારની રાહમાં હતા ત્યારે શિકાર આવી જતા ફરિયાદીના દીકરા વસીમને શિકાર કરવા બાબતે બંને આરોપી સાથે બોલાચાલી થઇ હતી
જે બોલાચાલી ઉગ્ર બનતા ઝઘડો થયો હતો જેનું મનદુ:ખ રાખી આરોપી જાવેદે દેશી બંદુકમાંથી ભડાકો કરી ફરિયાદીના દીકરા વસીમને ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું હતું માળિયા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ હત્યા અને આર્મ્સ એક્ટ તેમજ જીપી એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી હતી અને માળિયા પોલીસે બંને આરોપી અસ્લમ મોવર અને જાવેદ જેડાને ઝડપી લઈને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે માળિયા પોલીસે હત્યાના ગુનામાં વપરાયેલ દેશી બંદુક અને બાઈક સહિતનો મુદામાલ કબજે લીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પંથકમાં ૪ મહિલા સહિત ૩૯ જુગારીઓ ઝડપાયા
June 09, 2025 01:35 PMગુલાબનગરમાં વિદ્યાર્થી પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો
June 09, 2025 01:32 PMકોરોના જેટ ગતિએ વઘ્યો: શનિ-રવિમાં વધુ ૧૪ કેસ
June 09, 2025 01:31 PMકાલાવડમાં યુવાનને માથામાં સાયલેન્સર ફટકાર્યુ
June 09, 2025 01:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech