બંનેના પાંચ દિવસના રીમાન્ડ : ધરપકડનો આંક 10 થયો
જામનગરના બેડીમાં વકીલની ઘાતકી હત્યા કરવાના પ્રકરણમાં સીટની રચના થયા બાદ એક પછી એક આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે, ગઇકાલે વધુ બે આરોપીની અટકાયત કરી કોર્ટમાં રજુ કરતા પાંચ દિવસના રીમાન્ડ મંજુર થયા છે, આ પ્રકરણમાં ધરપકડનો આંક 10 થયો છે.
ગત તા. 13ના સાંજના સુમારે વકિલ હાન પલેજાની ઘાતકી હત્યા નિપજાવામાં આવી હતી જેમાં સાયચા ગેંગ સહિતના શખ્સોની સામે પોલીસ ફરીયાદ સીટી-બીમાં દાખલ થઇ હતી, બનાવના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી, એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા સીટની રચના કરવામાં આવી હતી અને તબકકાવાર આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા, જેમાં બે સગીર સહિત 8 આરોપીઓની અટક કરી હતી, જે પૈકી 6 શખ્સોને રીમાન્ડ બાદ જેલ હવાલે કરાયા હતા.
દરમ્યાન પોલીસે આ પ્રકરણમાં તપાસ લંબાવીને વધુ બે આરોપીઓને ગઇકાલે દબોચી લીધા હતા જેમાં એજાઝ ઉમર સાઇચા અને ગુલામ જુસબ સાઇચાની અટકાયત કરી વધુ પુછપરછ માટે કોર્ટમાં રજુ કરતા બંનેના પાંચ દિવસના રીમાન્ડ મંજુર થયા છે, આ પ્રકરણમાં અત્યાર સુધી 10 શખ્સો પોલીસના શકંજામાં આવ્યા છે અને હજુ પાંચ આરોપીઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech