વડિયામાં આવેલી સબ રજીસ્ટ્રાર કચેરી અનેક વિવાદોથી ઘેરાયેલી જોવા મળી રહી છે. હજુ ગઈકાલે સબ રજીસ્ટ્રાર અધિકારી નિયત સમય થી મોડા આવતા લોકોની હાલાકી બાબતે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા હતા અને તેના બીજા જ દિવસે આ જાડી ચામડીના કર્મચારીઓ હમ તો નહિ સુધરેંગેની જેમ બીજા દિવસે પણ ૧૧:૪૫ કલાકે ઓફિસ ખોલતા અરજદારો ઘડિયાળના કાંટે રાહ જોઇને બેઠેલા જોવા મળ્યા હતાં. અધિકારી આવતા અરજદારોએ સમય બાબતે પુછતા કોર્ટના કામે ગયાનું બહાનું બતાવ્યુ હતુ. વાસ્તવમાં વડિયા એક તાલુકા મથકનું પ્લેસ છે તેની મોટાભાગની કચેરીઓ અહિ આવેલી છે પરંતુ ગ્રામીણ તાલુકા મથક અને માળખાકીય સુવિધાઓના અપૂરતા વિકાસના કારણે એ સરકારી કર્મચારી માટે સજાના કેન્દ્ર સમાન બની ચૂક્યું છે તેને કારણે અનેક ઓફિસો વારંવાર ચાર્જમાં ચાલતી જોવા મળે છે. તેમાં પણ વડિયાની આ સબ રજીસ્ટાર ઓફિસ તો એક અનોખી રીતે ચાર્જ માં ચાલતી હોય તેવી બાબત સામે આવી છે. આ ઓફિસમાં સબ રજીસ્ટ્રાર અનેે કોમ્પ્યુટર ઓપરેટર બંને ચાર્જમાં છે. ફક્ત એક એજન્સી આધારિત ફાળવેલ ખાનગી પટ્ટાવાળાના ભરોશે આખી ઓફિસ ચાલે છે. ત્યારે કાયમી સબ રજીસ્ટાર અને કમ્પ્યુટર ઓપરેટર નિમણૂક કરવામાં આવે તેવી લોક માંગણી જોવા મળી રહી છે સાથે આ પેધી ગયેલા કર્મચારીઓ પોતાની અનુકૂળતા મુજબ ઓફિસ ટાઈમ ગોઠવી આવતા હોવાથી લોકોને હાલાકી બાબતે આવા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગણી ઉઠતી જોવા મળી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે અનુકૂળતા મુજબ એક ખાનગી પટાવાળાના ભરોશે ચાલતી આ વડિયા સબ રજીસ્ટાર ઓફિસનું તંત્ર સુધરે છે કે પછી હમ તો નહિ જ સુધરેંગે, હમ કિસીકી સુનને વાલે નહિ હેનું નવુ સૂત્ર સાર્થક થશે તે તો આવનારો સમય જ બતાવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પંથકમાં ૪ મહિલા સહિત ૩૯ જુગારીઓ ઝડપાયા
June 09, 2025 01:35 PMગુલાબનગરમાં વિદ્યાર્થી પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો
June 09, 2025 01:32 PMકોરોના જેટ ગતિએ વઘ્યો: શનિ-રવિમાં વધુ ૧૪ કેસ
June 09, 2025 01:31 PMકાલાવડમાં યુવાનને માથામાં સાયલેન્સર ફટકાર્યુ
June 09, 2025 01:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech