અભિનેત્રીઓ સાથે અવારનવાર ડ્રેસના કારણે ઉપ્સ મૂમેન્ટ કેમેરામાં કેદ થતી હોય છે. જેના કારણે અભિનેત્રીઓને શરમમાં મૂકાવાનો વારો આવે છે. પરંતુ બાફટા જેવા ઇન્ટરનેશનલ સ્ટેજ પર એક ઇન્ટરનેશનલ એક્ટર સાથે અનોખી ઉપ્સ મૂમેન્ટની ઘટના સર્જાઈ છે.
સેલિબ્રિટીઝની ફેશન હંમેશા ફેન્સ માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે. કોણ શું પહેરે છે? સહિતની જાણકારી લોકો ખૂબ રસથી વાંચતા અને જોતા હોય છે. પરંતુ અવારનવાર ઘણાં સેલિબ્રિટીઝને ઉપ્સ મૂમેન્ટનો શિકાર પણ થવું પડતું હોય છે. પરંતુ કદાચ તમે આ પહેલાં ક્યારેય સાંભળ્યું નહીં હોય કે સ્ટેજ પર કોઈ એક્ટરનું પેન્ટ ઉતરી ગયું હોય. જી હા, બાફટાજેવા ઇન્ટરનેશનલ સ્ટેજ પર એવોર્ડ આપવા પહોંચેલા સ્ટાર વોર્સના જાણીતા એક્ટર માર્ક હેમિલ સાથે આવું જ કંઈક જોવા મળ્યું. લાઈવ એવોર્ડ સમારોહમાં સ્ટેજ પર અચાનક પેન્ટ ઉતરી જતા માર્ક શરમમાં મૂકાઈ ગયા હતા. તેનો આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે, માર્ક હેમિલને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ઘોર વિરોધી માનવામાં આવે છે.
બાફટા એવોર્ડ્સ દરમિયાન એક્ટર માર્ક હેમિલ જ્યારે બેસ્ટ ફિલ્મ એવોર્ડ પ્રસ્તુત કરવા સ્ટેજ પર પહોંચ્યા, ત્યારે તાળીઓથી તેમનું સ્વાગત થયું. હેમિલની સ્પીચ ટેલિપ્રોમ્પટર પર હતી અને તેઓ ફિલ્મો પ્રત્યેના તેમના પ્રેમ વિશે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક હેમિલના ચહેરાનો રંગ ઉડી ગયો. સ્પીચ આપતા આપતા તેમની સૂટની પેન્ટ ખૂલીને ઘૂંટણ સુધી સરકી ગઈ. આ ઘટના આગળ બેઠેલા લોકોએ જોઈ લીધી અને The Sun એ આ ઘટનાને એક્સક્લૂસિવ રિપોર્ટ કર્યું છે. ફ્રન્ટ રોમાં બેઠેલા મહેમાનો પેન્ટ નીચે પડતા જ ચોંકી ગયા. ઘણા જાણીતા સ્ટાર્સ જેમ કે ટિમોથી ચાલામેટ, એરિયાના ગ્રાન્ડે અને એડ્રિયન બ્રોડી એ પણ આ ઘટના સામે જોઈ. એક સૂત્રના જણાવ્યા મુજબ, "એવું લાગતું હતું કે પેન્ટ તેમના માટે થોડી મોટી હતી." જોકે લેક્ટર્ન (પોડિયમ) એ આ ઘટનાનો મોટાભાગનો ભાગ છુપાવી દીધો, પરંતુ તેમ છતાં માર્ક હેમિલ હવે આ વીડિયોના કારણે ઓનલાઇન ટ્રોલિંગનો શિકાર બની રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech