ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ભારતનો પક્ષ વિશ્વ સમક્ષ રજૂ કરનારા વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પોતાનું એક્સ એકાઉન્ટ પ્રાઈવેટ કર્યું છે. આનો અર્થ એ છે કે ફક્ત સિલેક્ટેડ યુઝર્સ જ તેમનું એકાઉન્ટ જોઈ શકે છે, અથવા તેમની પોસ્ટ પર કમેન્ટ કરી શકે છે.
10 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત પછી, ઘણા યુઝર્સ તેમની પોસ્ટ પર તેમને ઓનલાઈન અપશબ્દો કહી રહ્યા હતા. તેમના પરિવાર સાથેના તેમના જૂના ફોટોગ્રાફ્સ પણ તેમની પુત્રીના મોબાઇલ નંબર વિવિધ કમેન્ટ સાથે શેર કરવામાં આવી રહ્યા હતા. આ પછી તેણે પોતાનું એકાઉન્ટ પ્રાઈવેટ કરી નાખ્યું.
તેમના આ પગલા પછી, સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ તેમના ઓનલાઈન ટ્રોલિંગની નિંદા કરી રહ્યા છે. યુઝર્સ કહે છે કે વરિષ્ઠ અધિકારીઓને વ્યક્તિગત સ્તરે ટ્રોલ કરનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ.
વિક્રમ મીસરીએ એક પ્રેસ બ્રીફિંગમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ વિશે માહિતી આપી. જોકે, થોડા કલાકો પછી જ પડોશી દેશે ફરીથી ભારત-પાકિસ્તાન સરહદ પર ગોળીબાર શરૂ કરી દીધો. આવી સ્થિતિમાં, એક્સ યુઝર્સે વિક્રમ મિશ્રી પર ટિપ્પણી કરવાનું શરૂ કર્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech