મણિપુરના કાંગપોકપીમાં આદિવાસી એકતા સમિતિ દ્વારા આયોજિત વિરોધ રેલી હિંસક બની હતી અને હિંસાનો વધુ એક ભયંક દૌર શરુ થયો છે. વિરોધીઓએ જિલ્લાના પોલીસ અધિક્ષકના કાયર્લિય પર પથ્થરમારો કરીને અને પેટ્રોલ બોમ્બ ફેંકીને હુમલો કર્યો હતો, જોકે, પરિસ્થિતિ થાળે પડી હતી. હવે નિયંત્રણ હેઠળ છે અને નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે.આ હુમલામા પોલીસ અધિક્ષક મનોજ પ્રભાકરને ઇજા પહોચી છે.
કાંગપોકપી જિલ્લામાં, સાયબોલ ગામમાં તૈનાત કેન્દ્રીય સુરક્ષા દળોને પાછી ખેંચવાની તેમની માંગ પર આદિવાસી એકતા સમિતિ દ્વારા આયોજિત એક વિરોધ રેલી હિંસક બની હતી. હિંસક દેખાવકારોએ પોલીસ અધિક્ષક કાંગપોકપીના કાયર્લિય પર પથ્થરમારો અને પેટ્રોલ બોમ્બથી હુમલો કર્યો હતો. જેમાં કાંગપોકપી પોલીસ અધિક્ષક મનોજ પ્રભાકર હુમલામાં ઘાયલ થયા છે.જયારે કેટલાક વાહનોને પણ નુકસાન થયું છે.
સુરક્ષા દળોએ ટોળા સામે જવાબી કાર્યવાહી કરી અને ટોળાને વિખેરવા માટે પયર્પ્તિ બળનો ઉપયોગ કર્યો અને પરિસ્થિતિને કાબૂમાં લાવવામાં આવી.પોલીસે કહ્યું કે જિલ્લાની સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
સુત્રોએ જણાવ્યું હતું કે એસપીને જરૂરી તબીબી સારવાર મળી છે અને તે હવે ઠીક છે અને હાલમાં પરિસ્થિતિને પહોંચી વળવા સંયુક્ત સુરક્ષા દળોનું નેતૃત્વ કરી રહ્યા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોની વિશાળ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે અને નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે.
મણિપુર મેઇતેઇ અને કુકી સમુદાયો વચ્ચે ચાલી રહેલા તણાવ સાથે ઝઝૂમી રહ્યું છે, જે 3 મે, 2024 ના રોજ ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ મણિપુર દ્વારા એક રેલી પછી હિંસા ફાટી નીકળી છે. આ રેલી મણિપુર હાઇકોર્ટના અનુદાન અંગે વિચારણા કરવાના નિર્દેશના જવાબમાં યોજવામાં આવી હતી. ત્યારથી આ આગ બુઝાવાનું નામ નથી લઈ રહી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech