ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ 27 ફેબ્રુઆરી થી શરૂ થયેલી પરીક્ષામાં બીજા પેપરમાં સૌરાષ્ટ્રમાં પાચ સહિત કુલ છ કોપી કેસ ઝડપાયા છે. અમરેલીમાં ધોરણ 10 ની પરીક્ષામાં એક ડમી વિદ્યાર્થીની ઝડપાઈ છે.
આ વિદ્યાર્થીની તેની બહેનના બદલે પરીક્ષા આપી રહી હોવાનું ગણાતા તેની સામે બોર્ડના નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં અલગ અલગ બે કિસ્સામાં બે વિદ્યાર્થીઓ મોબાઇલ સાથે ઝડપાયા છે. સુરેન્દ્રનગર અને પાટણમાં બે કોપી કેસ થયા છે. આ ઉપરાંત ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં બોટાદ ખાતે એક વિદ્યાર્થી સામે કોપી કેસ કરવામાં આવ્યો છે.
ધોરણ 10 માં સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષામાં 61340 માંથી 61 053 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે બેઝિક ગણિતના વિષયમાં 21,455 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ વિષયમાં કુલ 7,84,538 પરીક્ષાર્થી નોંધાયા છે તેમાંથી 7,63,083 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમા 1,09,855 વિદ્યાર્થીઓમાંથી 1,08,802 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
બોર્ડની પરીક્ષામાં બે પેપર પૂરા થઈ ગયા છે અને બંને પેપર પ્રમાણમાં સરળ હોવાના કારણે આજે સવારથી શરૂ થયેલા ત્રીજા પેપરમાં વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે પરીક્ષા ખંડમાં પ્રવેશ્યા હતા. ધોરણ 10 માં આજે સવારે સામાજિક વિજ્ઞાનનું પેપર હતું. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાન ની પરીક્ષા હતી. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બપોરે 3 વાગ્યાથી જીવ વિજ્ઞાનનું પેપર લેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'હાઉસફુલ 5'ની બોક્સ ઓફીસ પર ધમાલ,'સિકંદર', 'રેડ 2'-'જાટને પાછળ છોડી દીધી
June 09, 2025 12:21 PMઆ ફિલ્મ ઓટીટી પર નહી જ આવે, આમિર ખાને સ્પષ્ટ કર્યું
June 09, 2025 12:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech