ગઈકાલે હિટ વેવના પ્રથમ દિવસે રાજકોટ સહિત રાજ્યના ૧૦ શહેરોમાં મહત્તમ તાપમાન 40 થી 44.6 ડિગ્રી નોંધાયું હતું. મંગળવારે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન કંડલા એરપોર્ટ પર 44.6 ડિગ્રી રહેવા પામ્યું હતું. આ ઉપરાંત રાજકોટમાં 42.8 સુરેન્દ્રનગરમાં 42.5 અમરેલીમાં 42 ગાંધીનગરમાં 42.3 અમદાવાદમાં 42.3 ડીસામાં 41.5 વલ્લભ વિદ્યાનગરમાં 40.3 ભુજમાં 41.2 ભાવનગરમાં 40.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધી ગયું છે. રાજકોટમાં 89 અમરેલીમાં 74 ભુજમાં 77 દ્વારકામાં 83 કંડલામાં 81 ઓખામાં 80 પોરબંદરમાં 82 સુરતમાં 89 અને વેરાવળમાં 87 ટકા ભેજ નોંધાયો હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે પણ ગરમી માટેનું યલો એલર્ટ રાજકોટ કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠા માટે ચાલુ છે આવતીકાલે પણ આ વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધુ રહે તેવી શક્યતાને ધ્યાનમાં રાખી યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દેશના મોટાભાગના રાજ્યો જેવા કે આસામ મેઘાલય ત્રિપુરા નાગાલેન્ડ મણીપુર મિઝોરમ મહારાષ્ટ્ર બિહાર બંગાળ ઝારખંડ ઓરિસ્સા વિદર્ભ છત્તીસગઢ આંધ્રપ્રદેશ તામિલનાડુ પુડીચેરી કર્ણાટક તેલંગાણા, કેરલા જમ્મુ કશ્મીર લદાખ હિમાચલ પ્રદેશ ઉતરાખંડમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનમાં તો અમુક ભાગમાં વરસાદ, અમુક ભાગમાં હિટવેવ અને અમુક ભાગમાં ધૂળની આંધી માટેની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech