આજીડેમ ચોકડી નજીક માંડાડુંગરમાં રહેતા યુવકે ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગત મુજબ માંડાડુંગરમાં રહેતો કલ્પેશ જગજીવનભાઈ મકવાણા (ઉ.વ.34)ના યુવકે આજે બપોરે ઘરે હતો ત્યારે પંખામાં લૂંગી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. પત્ની લક્ષ્મી દોડીને રૂમમાં જોવા જતા પતિને લટકતા જોઈ બુમાબુમ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા અને તાકીદે યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.
યુવક સેન્ટીંગ કામ કરે છે. સંતાનમાં એક પુત્ર છે અને પોતે એક ભાઈ બહેનમાં નાનો છે. ઘર નજીક જ સાળો મયુર રહેતો હોય અને તેની પત્ની દેવિકાને મારમારતો હોવાથી સાળાની પત્ની દોડીને કલ્પેશના ઘરે આવી હતી. પાછળ મયુર પણ આવી ઝગડો કરવા લાગતા કલ્પેશ સમજાવવા વચ્ચે પડતા તેને પણ ગાળો આપતા વાતનું લાગી આવવાથી પગલું ભર્યું હતું. પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech