જુનાગઢથી મેંદરડા વચ્ચે બાઈક સ્લીપ થઇ જતા જીંજુડાના વિપ્ર યુવકનું ગંભીર ઇજા થવાથી મોત થતા તહેવાર સમયે જ પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. પ્રા વિગત મુજબ મેંદરડાના જીંજુડા ગામે રહેતો અને કર્મકાંડનું કામ કરતો પ્રતિક જીતેન્દ્રભાઈ પુરોહિત (ઉ.વ.૩૦) નામનો યુવક સંક્રાતિના દિવસે સવારે સાતેક વાગ્યે જૂનાગઢથી મોટરસાઇકલ લઇ મેંદરડા ઘરે જઈ રહ્યો હતો ત્યારે જૂનાગઢ–મેંદરડા વચ્ચે મામા સાહેબના મંદિર પાસે બાઈક સ્લિપ થતા યુવક પટકાયો હતો. માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થવાથી પ્રથમ જૂનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે મેંદરડા પોલીસને જાણ કરતા પોલીસે જરી કાર્યવાહી કરી હતી.યુવક બે ભાઇમાં મોટો અને અપરણિત હતો. જૂનાગઢ કર્મકાંડનું કામ પૂજા કરી સવારે ઘરે જતો હોય ત્યારે અકસ્માત થયો હતો. બનાવથી પરિવારમાં શોક છવાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech