રાજકોટ
ઉનાના તડ ચેક પોસ્ટ પાસે ગઈકાલે સાંજે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બંને ચાલકોને ઇજા થઇ હતી જેમાં એક યુવકને વધુ ઇજા થવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ ઉનાના તળ ગામે રહેતા પિયુષભાઈ અરજણભાઈ વાળા (ઉ.વ.32)ના ગઈકાલે સાંજે આઠેક વાગ્યે મોટરસાઇકલ લઈ જતા હતા ત્યારે તળ ચેઓંક પોસ્ટ પાસે સામેથી આવતી મોટરસાઇકલ પીયૂષભાઈના બાઈક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવકને ગંભીર ઇજા થતા સારવાર માટે પ્રથમ ઉના અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે નવાબંદર પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક માછીમારી કરી ગુજરાન ચલાવતા હતા. સંતાનમાં બે પુત્રી છે અને માતા-પિતા હયાત નથી. પરિવારના આધરસ્તભ યુવકના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. આગળની કાર્યવાહી નવાબંદર પોલીસે હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech