નામચીન બુટલેગર હર્ષદ મહાજન વધુ એક વખત પોલીસ ચોપડે ચડ્યો છે, રિક્ષા ચાલક યુવકને હર્ષદ અને તેનો પુત્ર ફોનમાં ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે પિતા-પુત્ર સામે યુનિવર્સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગત મુજબ નટરાજનગરમાં પટેલ કન્યા છાત્રાલય પાસે રહેતાં પ્રિયાંક વિનોદભાઇ મહેતા (ઉ.વ.૩૫)ના યુવકે યુનિવર્સીટી પોલીસ મથકમાં કુખ્યાત બુટલેગર હર્ષદ ઉર્ફે મહાજન માંડલિયા અને તેના પુત્ર કમલેશ સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું છે કે, તે પ્રેમીકા મીના તેની દીકરી અને પિતા રહી રીક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવે છે. તા.૦૧ ના રાત્રીના બારેક વાગ્યે તે ઘરે હતો ત્યારે પ્રેમીકાની દીકરી પ્રિયાનો પતિ કમલેશ માંડલીયા ઘરે આવ્યો હતો અને ગાળા ગાળી કરી પ્રિયાને કેમ મોકલતા નથી કહી દેકારો કરી જતો રહ્યો હતો. બાદમાં ગઈકાલે રાત્રીના ઘરે હતો ત્યારે કમલેશ માંડલીયાનો ફોન આવ્યો હતો અને મારે તારી સાથે વાત કરવી છે, તુ કેમ મને મળતો નથી તેમ કહી ગાળો આપવા લાગતા ફોન કાપી નાખ્યો હતો.
આથી કમલેશએ ફરી વોટ્સએપ કોલ કર્યો હતો અને તેમાં કમલેશના પિતા હર્ષદ માંડલીયા બોલતા હતા તે પણ ગાળો આપી તું મને કેમ મળવા આવતો નથી, હું તને શોધી લઇશ, હું રાત્રે અથવા વહેલી સવારે તારા ઘરે આવીશ કેટલા દિવસ બહાર રખડીશ, આજ નહીં તો કાલે તું ભેગો તો થઈસ જ, તને અને તારા પરીવારને જાનથી મારી નાખીશ અને ખોટા કેશમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી હતી. બાદમાં મેં તેનો ફોન કાપી નાખ્યો હતો અને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે પોલીસે કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજન અને તેના પુત્ર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech