જુનાગઢ બી ડિવિઝન વિસ્તારમાંથી બાઈક ચોરીના ગુનામાં પોલીસે સીસીટીવી ફટેજ ને આધારે વાંકાનેર ના યુવકને ઝડપી લીધો હતો.પોલીસે ટ્રાન્સફર વોરંટથી યુવકનો કબજો મેળવી પૂછપરછ કરતા સૌરાષ્ટ્ર્રના પાંચ જિલ્લ ાઓમાંથી ૧૨ મોટરસાયકલ ચોરીની કબૂલાત કરી હતી.પોલીસે યુવકના કબજામાંથી બીલખા, જામનગર બંને શહેરોમાંથી ચોરી કરેલ બાઈક અવાવ જગ્યામાં રાખી હતી તેને કબજે કરી હતી અને ઐંડાણપૂર્વકની પૂછપરછ હાથ કરી છે.
જુનાગઢમાં વાહન ચોરીના વધતા જતા બનાવ અંગે પોલીસ એલર્ટ થઈ છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઈક ચોરીનો બનાવ બન્યો હતો. ત્યારબાદ પી.આઈ ગોહેલ, ગુન્હા શોધક ટીમના પી.એસ.આઇ સાંગાણી સહિતની ટીમે સીસીટીવી ફટેજ ના આધારે ઐંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી. બનાવવામાં રેલવે પોલીસ સ્ટેશનની ટીમે બાઈક ચોરીમાં સંડોવાયેલા વાંકાનેરના ઘનશ્યામ સવજીભાઈને ઝડપી લીધો હતો. બી ડિવિઝન ટીમે ટ્રાન્સફર વોરંટથી તેનો કબજો મેળવી ઐંડાણપૂર્વક ને પૂછપરછ કરતા બીલખા અને જામનગરમાંથી ચોરેલી બાઇક અવાવં જગ્યામાં છુપાવેલી રાખી હતી પોલીસે તેની સાથે રહેલ બાઈક અને અન્ય બે બાઈક મળી ત્રણ બાઈકનો કબજો મેળવ્યો હતો.
પોલીસની ટીમે યુવકની પૂછપરછ કરતા તેણે જૂનાગઢમાંથી બે, બીલખા, ઉપલેટા, રાજકોટમાંથી ત્રણ, ભાવનગર, ગોંડલ, જામનગર અને પડધરી સહિતના વિસ્તારોમાંથી બાઈક ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ઝડપાયેલા ઈસમ પાસેથી કુલ ત્રણ બાઈક કબજે કરવામાં આવી હતી અને ચોરાયેલી અન્ય બાઈક અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે. સોકેટ ખોલી ડાયરેકટ વાયરનું જોડાણ કરી બાઈક ચાલુ કરતો
પોલીસની ટીમે પૂછપરછ કરતા બાઈકને પ્લગ કાઢી ત્યારબાદ ડાયરેકટ વાયરીંગથી ચાલુ કરી નાખતો હોવાની કબુલાત કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech