નાણાકીય વર્ષ 2024-25માં વિકાસના મોરચે ભારતનું વર્ચસ્વ ચાલુ રહેશે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ આજે એટલે કે નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના વિકાસ દર (GDP) અનુમાનમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 7 ટકા કર્યો છે. આ રીતે ભારતે આ વર્ષે પણ જીડીપી મોરચે ચીન અને અમેરિકાને પાછળ છોડી દીધા છે. IMFએ નાણાકીય વર્ષ 2024-25 માટે ચીનનો GDP 5 ટકા જ્યારે અમેરિકાનો 2.6 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. જોકે, IMFએ 2023-24 માટે ભારતનો GDP 8.2 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેના ઓફિશિયલ હેન્ડલ પર આ અંગેની યાદી પોસ્ટ કરી છે. આ યાદીમાં ભારત સિવાય વર્ષ 2024-25માં ચીન, અમેરિકા, જાપાન સહિત ઘણા દેશોની જીડીપીનો અંદાજ લગાવવામાં આવ્યો છે.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અનુસાર, ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ખાનગી વપરાશમાં વધારો જોવા મળી શકે છે. IMFએ આગાહી કરી છે કે નાણાકીય વર્ષ 2025-2026માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક ગ્રોથ (GDP) ધીમો રહી શકે છે. આ સમયગાળા દરમિયાન ભારતનો જીડીપી 6.5 ટકા રહેવાનો અંદાજ છે.
કયા દેશ કેટલી છે?
યુએસ ની અંદાજિત જીડીપીમાં 2.6%, જર્મની: 0.2%, ફ્રાન્સ: 0.9%, ઇટાલી: 0.7%, સ્પેન: 2.4%, યુકે: 0.7%, જાપાન: 0.7%, કેનેડા: 1.3%, ચીન: 5.0%, ભારત: 7.0%, રશિયા : 3.2%, બ્રાઝિલ: 2.1%, મેક્સિકો: 2.2%, 1.7% અને નાઈજીરીયા: 3.1%નો અંદાજ લગાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech