ટેલિવિઝન પર પ્રસારિત થતી સિરિયલો દર્શકોને મનોરંજન પૂરૂ પાડતી હોય છે. તેમાં પણ કલાકારો તેમની દમદાર એક્ટિંગને કારણે દર્શકોના દિલમાં રાજ કરે છે. સિરિયલના આવનારા અપડેટ્સ વિશે તો આપને માહિતી મળી રહેતી હોય પરંતુ સિરિયલમાં કામ કરનારા કલાકારોની કમાણી વિશે આપે કયારેય જાણ્યું છે. જીહા, ટેલિવિઝનના લોકપ્રિય કલાકારોની કમાણી વિશે આજે અમે તમને જાણકારી આપીશું.
કપિલ શર્મા
કપિલ શર્મા માટે કોઇ પરિચયની આવશ્યકતા રહેતી નથી. તેમણે ધ કપિલ શર્મા શો નામે કોમેડી શો હોસ્ટ કરી સારી એવી લોકપ્રિયતા હાંસલ કરી છે. એક રિપોર્ટ અનુસાર તેઓ પ્રત્યેક એપિસોડના પચાસ લાખ રૂપિયા ચાર્જ કરે છે. જેથી તેઓ ટેલિવિઝનની સૌથી વધુ કમાણી કરનારી હસ્તીઓમાં સમાવિષ્ટ થાય છે.
હર્ષદ ચોપડા
હર્ષદ ચોપડાને યેહ રિશ્તા કયા કહેલાતા હૈમાં અભિમન્યુ બિરલાની ભૂમિકા ભજવવા માટે સારી એવી લોકચાહના મળી હતી. આ શોમાં તેમણે પ્રણાલી રાઠોડ સાથે કામ કર્યું. બન્નેની જોડીએ ટેલિવિઝન પર સારી એવી જમાવટ કરી હતી. તેમની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ પડી હતી. આ શોના પ્રત્યેક એપિસોડ માટે હર્ષદને ત્રણ લાખ રૂપિયા ફી મળતી હતી.
રૂપાલી ગાંગુલી
રૂપાલી ગાંગુલી ટેલિવિઝનની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. રૂપાલી ગાંગુલીને અનુપમા તરીકે ટેલિવિઝનના દર્શકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. તેની લોકપ્રિયતા અને કામગીરીને કારણે અભિનેત્રી પ્રત્યેક એપિસોડના ત્રણ લાખ રૂપિયાનું વેતન વસૂલે છે.
દિલીપ જોશી
લાંબા સમયથી ચાલ્યો આવતો લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિલીપ જોશી જેઠાલાલની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમનું પાત્ર તેઓ ખૂબ સારી રીતે ભજવતા હોવાથી દર્શકો તેમને એટલું જ પસંદ કરે છે. તેઓ પ્રત્યેક એપિસોડ માટે 1.45 લાખ વેતન મેળવે છે.
તેજસ્વી પ્રકાશ
તેજસ્વી પ્રકાશ આ વર્ષે હિટ ટેલિવિઝન ડ્રામા નાગિન 7માં જોવા મળી હતી. આ શો ટેલિવિઝન પર સૌથી લોકપ્રિય ફ્રેંચાઇઝીનો હિસ્સો રહ્યો અને આ જ વર્ષે આ શો સમાપ્ત પણ થઇ ગયો. આ શોમાં કામ કરવા માટે અભિનેત્રી તેજસ્વી પ્રકાશ પ્રત્યેક એપિસોડના બે લાખ રૂપિયાની ફી લેતી હતી.
ગૌરવ ખન્ના
ગૌરવ ખન્નાને હિટ ટેલિવિઝન શો અનુપમામાં અનુજની ભૂમિકા માટે દર્શકોએ વધાવી લીધો છે. આ અભિનેતા આજે સફળતાના શિખરો સર કરી રહ્યા છે પરંતુ આ માટે તેમણે ખૂબ જ સંધર્ષ અને મહેનત કરી છે. તેઓ પ્રત્યેક એપિસોડના દોઢ લાખ રૂપિયા વસૂલે છે.
શ્રધ્ધા આર્યા
શ્રધ્ધા આર્યાને કુંડલી ભાગ્ય માટે પ્રીતાની ભૂમિકા ભજવવા માટે ઓળખવામાં આવે છે. કુંડલી ભાગ્ય શો પ્રાપ્ત થતા શ્રધ્ધાનું ભાગ્ય ચમકી ઉઠયું છે. આ અભિનેત્રી પ્રતિ એપિસોડ એકથી દોઢ લાખની કમાણી કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech