રાજકોટના તાલુકાના લોઠડા ગામે રહેતા યુવાનને રાત્રીના અહીં બે શખસોએ ગાળો આપી તેને બેફામ મારમારી દીવાલ સાથે માથુ અથડાવી ગંભીર ઇજા પહોંચાડી હતી.જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે યુવાનની પત્નીની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલમાં ઘોઘાવદર ચોક પાસે રહેતા શોભનાબેન પ્રવીણભાઇ પરમાર(ઉ.વ ૩૦) નામના પરિણીતાએ આ બનાવ અંગે આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અજય જેરામભાઇ નેણીયા અને અજાણ્યા શખસનું નામ આપ્યું છે.શોભનાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમને સંતાનામાં બે દીકરી અને બે દીકરા છે.તેમના પતિ પ્રવિણભાઇ સામંતભાઇ પરમાર(ઉ.વ ૩૫) છેલ્લા ૧૦-૧૨ વર્ષથી લોઠડા ગામે અનુબેન અશોકભાઇ મકવાણાની વાડીએ ખેત મજુરી કામ કરી અહીં જ રહે છે.
મહિલાને જેઠને આંચકી આવતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.આ સમયે તેણે પતિ પ્રવિણને ફોન કરી કહ્યું હતું કે, તમારા મોટા ભાઇને આંચકી આવી છે અને દાખલ કર્યા છે તમે અહીં આવો જેથી પતિએ કહ્યું હતું કે,મને માર મારવામાં આવ્યો છે અને મારાથી ચલાતું પણ નથી.જેથી મહિલા તુરંત લોઠડા ગામે ગઇ હતી.બાદમાં પતિને પુછતા તેણે કહ્યું હતું કે, ગત તા. ૧૫ ના રોજ ગામમાં લગ્નપ્રસંગનું જમણવાર હોય જેથી રાત્રીના અગીયાર વાગ્યા આસપાસ તે તેના મિત્રને બોલાવવા ચાલીને જતો હતો ત્યારે રસ્તામાં અજય અને તેની સાથે અજાણ્યો શખસ મળ્યા હતાં.જે ગાળગાળી કરવા લાગ્યા હતાં.તેને ગાળો દેવાની ના કહેતા ઉશ્કેરાઇ બંનેએ ઢીકાપાટુનો મારમાર્યો હતો.બાદમાં યુવાનને દીવાલ સાથે માથુ અથડાવ્યું હતું.જે વાત પતિએ કરતા અને તેને ઇજા પહોંચી હોય જેથી તેને સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલ લઇ ગયા બાદ પરિણીતાએ પતિ પર થયેલા આ હુમલા અંગે બંને શખસો વિરૂધ્ધ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech