ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક અને તેમની ટ્રાન્સજેન્ડર પુત્રી વિવિયન જેન્ના વિલ્સન વચ્ચે બધુ બરાબર નથી. વિવિયને એલોન મસ્કના દાવાનું ખંડન કર્યું હતું. વિવિયનનું કહેવું છે કે, ઈલોન મસ્કની આખી વાત બનાવટી છે. તેઓ માત્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કરવા માંગે છે. વિલ્સને એમ પણ કહ્યું કે, તે તેના પિતા સાથે કોઈ સંબંધ રાખવા માંગતી નથી.
ઈલોન મસ્કે શું કહ્યું?
એક ઈન્ટરવ્યુમાં ઈલોન મસ્કે આરોપ લગાવ્યો હતો કે, તેમના પુત્રની હત્યા 'વેક માઇન્ડ વાયરસ'થી થઈ છે. તેણે એવો પણ દાવો કર્યો હતો કે, કોવિડ દરમિયાન દસ્તાવેજો પર છેતરપિંડીથી સહી કરવામાં આવી હતી. ઈલોન મસ્કએ ટ્રાન્સજેન્ડર શસ્ત્રક્રિયાને બાળ વિકૃતીકરણ અને નસબંધી કહીને સંબોધિત કરી.
કોમેન્ટેટર જોર્ડન પીટરસન સાથેની મુલાકાતમાં ઈલોન મસ્કે આગેવાની લીધી હતી. જેમાં તેણે પોતાની ટ્રાન્સજેન્ડર દીકરી વિલ્સન વિશે મોટો દાવો કર્યો હતો. મસ્કે કહ્યું હતું કે, ટ્રાન્સજેન્ડર સર્જરી માટે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. મેં મારો પુત્ર ગુમાવ્યો. આ પછી મસ્કએ વોક માઇન્ડ વાયરસ સામે લડવાની પ્રતિજ્ઞા લીધી છે.
સમલૈંગિક હતો વિલ્સન
મસ્કે દાવો કર્યો હતો કે, વિલ્સન સમલૈંગિક હતો. મને આ બાબતની ખબર ત્યારથી હતી જ્યારથી તે લગભગ ચાર વર્ષનો હતો. તે મારા માટે જેકેટ જેવા કપડાં પસંદ કરતો હતો. એટલું જ નહીં પરંતુ તેણે મને કહ્યું કે, તે "અદ્ભુત" હતું. પુત્રને સંગીત અને થિયેટરનો પણ શોખ હતો. પણ તે છોકરી ન હતો.
વિલ્સને કહ્યું- આખી વાર્તા ખોટી છે
વિલ્સને કહ્યું કે, મસ્કની આખી વાર્તા ખોટી છે. સત્ય તો એ છે કે આવું કંઈ થયું જ નહોતું. જ્યારે હું ચાર વર્ષની હતી ત્યારે મેં જેકેટ પસંદ કર્યું ન હતું. આ સંપૂર્ણ બકવાસ છે. હું ચાર વર્ષના બાળક હતો ત્યારે અદ્ભુત શબ્દનો ઉપયોગ કર્યો ન્હોતો.
મસ્ક હંમેશા પરેશાન કરતા હતા
વિલ્સને કહ્યું કે, જ્યારે હું મોટો થઈ રહ્યો હતો ત્યારે ઈલોન મસ્ક મારી સાથે નહોતા. તેઓ ચોક્કસપણે થોડા સમય માટે સાથે હતા. પરંતુ તે સમયે તે મારી સ્ત્રીત્વ અને વિચિત્રતાને કારણે મને હેરાન કરતા હતા. મેં તેમને મારા લિંગ વિશે પણ કહેવાનો પ્રયાસ કર્યો. વિલ્સને કહ્યું કે, મસ્ક બાળકોને કેવી રીતે જુએ છે તે વિશે ઘણું કહી શકાય છે.
વિલ્સને કાયદાકીય રીતે તેનું લિંગ અને નામ બદલ્યું
20 વર્ષિય વિવિયન જેન્ના વિલ્સન જ્યારે 18 વર્ષની હતી ત્યારે કાયદાકીય રીતે પોતાનું નામ અને અટક બદલ્યા હતા. આ પહેલા વિવિયનનું નામ ઝેવિયર હતું. વિવિયન પણ તેના નામ સાથે તેની માતાનું નામ વિલ્સન ઉમેર્યું. જેન્નાની માતાનું નામ જસ્ટિન વિલ્સન છે. તેને 2008માં ઈલોન મસ્ક સાથે છૂટાછેડા લીધા હતા. વિવિયનને કેલિફોર્નિયા રાજ્યમાં કાયદેસર રીતે એક મહિલા તરીકે માન્યતા આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પંથકમાં ૪ મહિલા સહિત ૩૯ જુગારીઓ ઝડપાયા
June 09, 2025 01:35 PMગુલાબનગરમાં વિદ્યાર્થી પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો
June 09, 2025 01:32 PMકોરોના જેટ ગતિએ વઘ્યો: શનિ-રવિમાં વધુ ૧૪ કેસ
June 09, 2025 01:31 PMકાલાવડમાં યુવાનને માથામાં સાયલેન્સર ફટકાર્યુ
June 09, 2025 01:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech