ચેક મુજબની રકમનો દંડ ભરવા પણ અદાલતે આદેશ કર્યો
જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ પીયુષ રજનીભાઈ કવાએ સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપેલ અને સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થયેલ જેથી સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવેલ તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયેલ ન હોય તેથી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ - ૧૩૮ અન્વયે આરોપી વિરુધ કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરેલ હતી અને સમન્સ મળતા આરોપી કોર્ટ સમક્ષ હાજર થયેલા હતો.
આ કેસ આગળ ચાલતા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, ફરીયાદી પક્ષના પુરાવાઓ અને સોસાયટીના વકીલની દલીલોને ધ્યાને લઈ આ કામના આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલ હતો અને આરોપીને ૧ વર્ષની જેલની સજા તેમજ વાદગ્રસ્ત ચેકની રકમ રૂ ૮૨,૮૦૦ નો દંડ તેમજ આરોપી ગેરહાજર હોવાથી વોરંટ ઇસ્યુ કરવા તથા તેની બજવણી માટે જામનગર જીલ્લા પોલીસ વડાને મોકલવાનો હુકમ કરવામાં આવેલ છે.
આ કેસમાં ફરીયાદી તરફે વકીલ મિતેષભાઈ એલ.પટેલ, મણીલાલ જી.કાલસરીયા, ગૌરાંગભાઈ જી. મુંજપરા, હરજીવનભાઈ એમ.ધામેલીયા,જયદીપસિહ જાડેજા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના જંગલમાં થયેલા દબાણ ઉપર દાદાનું બુલડોઝર કયારે ફરશે?: કોંગ્રેસ
June 09, 2025 02:56 PMપોરબંદરમાં મહિલા પતંજલિ યોગ સમિતિની યોજાઇ બેઠક
June 09, 2025 02:54 PMરબારી સમાજના પીઢ આગેવાનને શ્રધ્ધાસુમન થયા અર્પણ
June 09, 2025 02:53 PMબરડા જંગલને બચાવવા દબાણ દુર કરવા ખુબ જરી
June 09, 2025 02:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech