2023 સુધીમાં, યુએસમાં વિદેશી મૂળના નાગરિકોમાં 28,31,330 લોકો ભારતના જ : ભારત અમેરિકા માટે નવા નાગરિકોનો બીજો સૌથી મોટો સ્ત્રોત બન્યો
65,960 જેટલા ભારતીયો સત્તાવાર રીતે યુએસ નાગરિક બન્યા છે. જે બાદ ભારત મેક્સિકો પછી અમેરિકાને નવા નાગરિકો પ્રદાન કરતો બીજા નંબરનો સૌથી મોટો સ્ત્રોત બન્યો છે. યુએસ સેન્સસ બ્યુરોના અમેરિકન કોમ્યુનિટી સર્વે ડેટા અનુસાર, 2022 માં અંદાજિત 46 મિલિયન વિદેશી-જન્મેલા વ્યક્તિઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં રહે છે, જે 333 મિલિયનની કુલ યુએસ વસ્તીના આશરે 14 ટકા છે.
તેમાંથી 24.5 મિલિયન, લગભગ 53 ટકા લોકોએ, નેચરલાઈઝ્ડ નાગરિકો તરીકે પોતાની નોંધ કરાવી છે. 15 એપ્રિલના "યુએસ નેચરલાઈઝેશન પોલિસી" રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ 2022માં, 969,380 વ્યક્તિઓ નેચરલાઈઝ્ડ યુએસ નાગરિકો બન્યા છે.
અમેરિકામાં નિયમો અનુસાર નાગરિકતા મેળવવાના મામલે મેક્સિકો પ્રથમ ક્રમે છે, ત્યારબાદ ભારત, ફિલિપાઇન્સ, ક્યુબા અને ડોમિનિકન રિપબ્લિકના લોકો આવે છે. તાજેતરના રિપોર્ટ અનુસાર, 2022માં 1,28,878 મેક્સિકન લોકોને યુએસ નાગરિકતા આપવામાં આવી હતી. તેમના સિવાય ભારતના 65,960 નાગરિકો, ફિલિપાઈન્સના 53,413 નાગરિકો, ક્યુબાના 46,913 નાગરિકો, ડોમિનિકન રિપબ્લિકના 34,525 નાગરિકો, વિયેતનામના 33,246 નાગરિકો અને ચીનના 27,038 નાગરિકોને અમેરિકન નાગરિકતા આપવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, 2023 સુધીમાં, યુએસમાં વિદેશી મૂળના નાગરિકોમાં 28,31,330 લોકો ભારતના હતા. મેક્સિકો (1,06,38,429) પછી આ બીજો સૌથી મોટો નંબર છે. આ સિવાય 22,25,447 લોકો ચીનના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'હાઉસફુલ 5'ની બોક્સ ઓફીસ પર ધમાલ,'સિકંદર', 'રેડ 2'-'જાટને પાછળ છોડી દીધી
June 09, 2025 12:21 PMઆ ફિલ્મ ઓટીટી પર નહી જ આવે, આમિર ખાને સ્પષ્ટ કર્યું
June 09, 2025 12:20 PMવિજય માલ્યાએ બોલ્ડ અભિનેત્રી સમીરા રેડ્ડીનું કર્યું હતું કન્યાદાન
June 09, 2025 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech