રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલ અને બીઆરએસ નેતા કે. કવિતાની જ્યુડિશિયલ કસ્ટડી 7 મે સુધી લંબાવી છે. જ્યુડિશિયલ કસ્ટડી પૂર્ણ થયા બાદ બંનેને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલ અને BRS નેતા કે. કવિતાની જ્યુડિશિયલ કસ્ટડી 7 મે સુધી લંબાવવામાં આવી છે. કેજરીવાલ અને કે.કવિતાને તેમની ન્યાયિક કસ્ટડી પૂર્ણ થયા બાદ કવિતાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. ઉપરાંત, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કહ્યું કે તે ટૂંક સમયમાં કે. કવિતા કેસમાં ચાર્જશીટ દાખલ કરશે.
ન્યાયિક કસ્ટડી પૂર્ણ થયા બાદ તપાસ એજન્સી ED દ્વારા કે. કવિતાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવવા માટે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી અને કહ્યું હતું કે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો અને પુરાવા સાથે છેડછાડનો ડર છે. અમે આ કેસમાં તેની ભૂમિકાની તપાસ કરી રહ્યા છીએ. જે અમે અમારી અરજીમાં જાહેર કરીશું નહીં અને અમારી ફરિયાદમાં ઉલ્લેખ કરીશું નહીં. અમે પહેલા પણ કહ્યું હતું કે અમે અમારી તપાસ કરી રહ્યા છીએ અને 60 દિવસમાં અમે રજુ કરીશું. કવિતા સામે ચાર્જશીટ દાખલ કરીશું.
ત્યારબાદ કવિતાના વકીલ નીતિશ રાણાએ ન્યાયિક કસ્ટડી વધારવાની અરજીનો વિરોધ કર્યો અને કહ્યું કે આ અરજીમાં કોઈ નવા આધારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
કવિતાના કેસ પછી, ઇડીએ અરવિંદ કેજરીવાલ અને હરપ્રીત સિંહના કેસમાં ન્યાયિક કસ્ટડી વધારવાની પણ માંગ કરી હતી, ત્યારબાદ કોર્ટે ત્રણેય કેસોમાં ન્યાયિક કસ્ટડી 7 મે સુધી લંબાવી હતી. હવે તમામને 7 મેના રોજ બપોરે 2 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ સાથે જ કોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલની અરજી પર પાવર ઓફ એટર્ની અને કેટલાક સોગંદનામા પર સહી કરવાની પણ મંજૂરી આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech