અમેરિકામાં સ્થિત ન્યૂ ઓર્લિયન્સ શહેરમાં બુધવારે (1 જાન્યુઆરી) સાંજે નવા વર્ષની ઉજવણી દરમિયાન થયેલા હુમલામાં 15 લોકોના મોત થયા હતા અને 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. રોઇટર્સના અહેવાલ મુજબ, આ ઘટના શહેરના પ્રખ્યાત ફ્રેન્ચ ક્વાર્ટરની બોર્બોન સ્ટ્રીટ પર બની હતી, જ્યારે એક વાહન ભીડમાં ઘૂસી ગયું હતું. પોલીસે પુષ્ટિ કરી છે કે હુમલો ઇરાદાપૂર્વક કરવામાં આવ્યો હતો.
માહિતી શેર કરતી વખતે એફબીઆઈએ કહ્યું કે હુમલાખોરનું નામ શમસુદ્દીન જબ્બાર છે, જે ઘટના બાદ સુરક્ષા અધિકારીઓ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.
આ કેસ સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે તેણે પોલીસ કર્મચારીઓ પર પણ ગોળીબાર કર્યો હતો, જે બાદ તે માર્યો ગયો હતો. ન્યૂ ઓર્લિયન્સના મેયર લાટોયા કેન્ટ્રેલે આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. તેમણે નાગરિકોને ઘટનાસ્થળથી દૂર રહેવા અપીલ કરી હતી. શહેરની ઇમરજન્સી એજન્સીના નોલા રેડીએ લોકોને ઘટનાસ્થળથી અંતર જાળવવાની સલાહ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech