સળંગ બે દિવસની તેજી ને લાગી બ્રેક શેરબજારમાં ૯૦૦ પોઈન્ટનું ગાબડું

  • May 27, 2025 02:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શેરબજારમાં સળંગ બે દિવસની તેજીની આજે બ્રેક વાગ્યો છે. સેન્સેક્સ આજે ફ્લેટ ખૂલ્યા બાદ 900 પોઈન્ટ તૂટ્યો હતો. જે 10.41 વાગ્યે 810.18 પોઈન્ટના કડાકે ટ્રેડ થઈ રહ્યો હતો. વૈશ્વિક સ્તરે પોઝિટિવ સંકેતોના અભાવે રોકાણકારો નાના પાયે પ્રોફિટ બુક કરતાં જોવા મળતાં શેરબજાર વોલેટાઈલ બન્યા છે. નિફ્ટી 220.20 પોઈન્ટ તૂટી 24780.95 પર ટ્રેડ થઈ રહ્યો હતો.


વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો અને કોરોનાના વધતા કેસો વચ્ચે રોકાણકારો પ્રોફિટ બુક કરતાં જોવા મળ્યા છે. વિદેશી રોકાણકારો દ્વારા નોંધાઈ રહેલો રોકાણ પ્રવાહ ઘટ્યો છે. બેન્કેક્સ, ઓટો, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં પ્રોફિટ બુકિંગ નોંધાતા ઈન્ડેક્સ 0.50-1.00 ટકા સુધી તૂટ્યા છે. રોકાણકારોની મૂડીમાં બે લાખ કરોડનું ગાબડું નોંધાયું હતું.


બીએસઈ ખાતે 3729 શેર પૈકી 1593 શેરમાં સુધારો અને 1965 શેર ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતાં. 152 શેરમાં અપર સર્કિટ અને 154 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. 55 શેર વર્ષની ટોચે અને 22 શેર વર્ષના તળિયે પહોંચ્યા હતાં. માર્કેટ બ્રેડ્થ 50-50ના રેશિયો સાથે સાવચેતીનું વલણ દર્શાવે છે. સેન્સેક્સ પેકમાં સામેલ 30 પૈકી માત્ર એક જ ઈન્ડસઈન્ડ બેન્ક 2.16 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સિવાય તમામમાં 2.29 ટકા સુધીનો કડાકો નોંધાયો હતો.


નિફ્ટી50નો પીઈ રેશિયો 22.6 છે. જે તેની વાર્ષિક એવરેજ 22.15 કરતાં વધુ છે. જેથી માર્કેટમાં કોન્સોલિડેશન રહેવાનો અંદાજ માર્કેટ નિષ્ણાતોએ આપ્યો છે. સ્થાનિક સ્તરે આર્થિક સંકેતો સકારાત્મક જોવા મળ્યા છે. પરંતુ વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ યથાવત છે. અમેરિકા પર દેવાનું સંકટ, ટેરિફ નીતિ, જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ જેવા પડકારોના કારણે રોકાણકારો સાવચેતીનું વલણ દર્શાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News