દેશી બનાવટની બંદૂક સાથે મથાવડાનો શખ્સ આવ્યો એલસીબીની ઝપટમાં

  • June 10, 2025 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર અને પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાં પોલીસ ઇન્સ. એ.આર.વાળા અને એલ.સી.બી.ના અધિકારી-માણસોને ગુનેગારો પર વોચ રાખવા તેમજ હથિયારને લગતાં કેસો શોધી કાઢવા માટે સુચના આપી હતી.
  જે સૂચના હેઠળ ભાવનગર એલ.સી.બી. સ્ટાફના માણસો અલંગ મરીન પોલીસ મથક  વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન બાતમી મળેલ કે, એક શખ્સ દેશી હાથ બનાવટી જામગરી બંદુક સાથે મથાવડા ગામના ઢાળના પુલ પર ઉભેલ છે. જે બાતમી આધારે તપાસ કરતાં મિલન જમનાદાસ દેવમુરારી (ઉ.વ.૨૦ ધંધો.મજુરી રહે.મથાવડા તા.તળાજા જી.ભાવનગર)ને ઝડપી લઈ  લાકડાની તથા ધાતુની બનેલ ત્રણ ફુટ અને નવ ઇંચ લંબાઇની ફાયર થઇ શકે તેવી બંદુક કિં.રૂ.૨,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ તથા એલ.સી.બી. સ્ટાફનાં અરવિંદભાઇ બારૈયા, અશોકભાઇ ડાભી, તરૂણભાઇ નાંદવા, પ્રવિણભાઇ ગળસર તેમજ  પ્રજ્ઞેશભાઇ પંડયા સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application