જૂનાગઢ સાયબર ક્રાઇમ પોલીસે હિરલબા જાડેજા અને તેના સાગરિતો સામે સાયબર ક્રાઇમનો ગુન્હો નોંધી તેમની ધરપકડ કરી એક દિવસના રીમાન્ડ ઉપર લીધા છે. ત્યારે ચોંકાવનારી વિગતો જૂનાગઢ પોલીસે આપી છે. જેમાં એવુ જણાવ્યુ છે કે હિરલબા અને તેના સાગરીતોએ ખોલાવેલા ૨૨ જેટલા બેન્ક એકાઉન્ટમાં રૂ. ૧૮૬ કરોડના ટ્રાન્ઝેકશન થયા હતા જેમાંથી ૧૮૫ કરોડ જેટલી રકમ ઉપાડીને રકમ સગેવગે કરી દેવામાં આવી છે.
આ ત્રણેય વ્યક્તિઓની પૂછપરછ કરી હતી
પોરબંદરના હિરલબા જાડેજા તથા તેના સાગરિતોએ જુનાગઢના પ્રતાપ ભરાડ, પારસ જોષી અને ભરત સૂત્રેજાને પ્રલોભન આપી તેના દસ્તાવેજો લઇ તેના આધારે જી.એસ.ટી. નંબર મેળવી અલગ અલગ બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા. તેમાં સાયબર ફ્રોડની રકમ જમા કરાવી હતી. પોરબંદર સાયબર પોલીસના લેટરના આધારે જૂનાગઢ રેન્જ સાયબર પોલીસે તપાસ કરી આ ત્રણેય વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. જેમાં આ ખુલાસો થયો હતો.
ત્રણેયને કોર્ટમાં રજૂ કરતા એક-એક દિવસના રીમાન્ડ મંજૂર થયા
સાયબર પીએસઆઇએ હિરલબા જાડેજા, નૈતિક માવાણી, સચીન મહેતા અને હિતેષ ઓડેદરા સામે ફરિયાદ નોંધાવી આઇટી એકટ સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ થયો હતો. આ અંગેની તપાસ જૂનાગઢ એસઓજીને સોંપવામાં આવી હતી. એસઓજી પીઆઇ પી.સી. સરવૈયા સહિતના સ્ટાફે હિરલબા જાડેજા, સચીન મહેતા અને હિતેષ ભીમા ઓડેદરાનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી ધરપકડ કરી હતી. આ ત્રણેયને કોર્ટમાં રજૂ કરતા એક-એક દિવસના રીમાન્ડ મંજૂર થયા હતા.
22 જેટલા કરંટ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા
આ અંગે જૂનાગઢ ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, હિરલબા જાડેજા તથા તેના સાગરિતોએ જૂનાગઢના ત્રણ વ્યક્તિઓને પ્રલોભન આપી તેના દસ્તાવેજોના આધારે જી.એસ.ટી. નંબર મેળવી ૨૨ જેટલા કરંટ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. એક વર્ષ દરમ્યાન ૨૨માંથી ૧૧ બેન્ક એકાઉન્ટમાં ૨.૨૩ કરોડના સાયબર ફ્રોડના નાણાનું ટ્રાન્ઝેકશન થયું હતું.
નાણા ઓનલાઇન ઉપાડી લેવામાં આવ્યા
એક વર્ષ દરમ્યાન આ ૨૨ બેન્ક એકાઉન્ટમાં કુલ ૧૮૬ કરોડના ટ્રાન્ઝેકશન થયા છે. તેમાંથી ૧૮૫ કરોડ વીડ્રો પણ થઈ ગયા છે. આ નાણા ઓનલાઇન અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી ઉપાડી લેવામાં આવ્યા છે અને તેને સગેવગે પણ કરી દેવામાં આવ્યા છે. અન્ય ક્યાં ક્યાં એકાઉન્ટમાં અને કઈ બેન્કમાંથી રોકડ નાણા ઉપાડ્યા અને તેનો શેના માટે ઉપયોગ કર્યો તે સહિતની બાબત અંગે તપાસ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદમાં વિમાન ક્રેશ કેમ થયું? અમેરિકાથી આવ્યો મોટો રિપોર્ટ
June 12, 2025 09:16 PMઅમદાવાદ એરપોર્ટ પર પ્લેન ક્રેશ: ટેક-ઓફ બાદ જ દુર્ઘટના, CCTV સામે આવ્યા!
June 12, 2025 08:40 PMઅમદાવાદ વિમાન દુર્ઘટનામાં નવપરિણીત દુલ્હનની પહેલી ઉડાન બની અંતિમ ઉડાન
June 12, 2025 08:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech