જામનગર જીલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા તથા હેમંતભાઈ ખવા દ્વારા રજૂ કરવામાં આવેલ લોક પ્રશ્નો અને રજૂઆતો ધ્યાને લઇ આયોજનબદ્ધ કામગીરી કરવા કલેકટરશ્રીએ લગત અધિકારીઓને સુચના આપી હતી.
આ બેઠકમાં અગાઉના પડતર પશ્નો અંગે ચર્ચા કરી બેઠકમાં રજુ થયેલા વિવિધ વિભાગોને લગત પ્રશ્નો જેમાં જમીન માપણી અંગેના પ્રશ્નો, વીજ વાડી વિસ્તારમાં વીજ કનેક્શન આપવા અંગે, રોડ રસ્તાઓ તથા બ્રીજ બનાવવાના કામો અને તેનું હાલનું સ્ટેટ્સ, સિંચાઈ વિભાગ,બી.એસ.એન.એલ., જી.એસ.આર.ટી.સી., જમીન શાખા, જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીને લગત પ્રશ્ન, જમીન શાખા, ફોજદારી શાખા, જીલ્લા પંચાયતને લગત પ્રશ્નો, વન વિભાગ, ખાણ ખનીજ વિભાગ, કોર્પોરેશન વગેરેને લગત પ્રશ્નો અને લોકોની રજુઆતો અંગે જન પ્રતિનિધિઓએ ચર્ચા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ સંકલન સમિતિના સભ્યોને સૂચન કરતા જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિઓ તથા લોકો તરફથી આવેલી રજુઆતો ધ્યાને લઇ કામોને અગ્રતા આપી તેનો સકારાત્મક દિશામાં ઉકેલ લાવવામાં આવે. તેમજ પડતર કામોનો ઝડપથી નિકાલ લાવવા જણાવ્યુ હતું. આ બેઠકમાં રાશનકાર્ડ ઈ-કેવાયસી, પ્રિ-મોન્સુન કામગીરી અંગે લગત વિભાગોએ એક્શન પ્લાન તૈયાર કરવા વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application'હાઉસફુલ 5'ની બોક્સ ઓફીસ પર ધમાલ,'સિકંદર', 'રેડ 2'-'જાટને પાછળ છોડી દીધી
June 09, 2025 12:21 PMઆ ફિલ્મ ઓટીટી પર નહી જ આવે, આમિર ખાને સ્પષ્ટ કર્યું
June 09, 2025 12:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech