વિતરકો-એજન્ટોની મહેનતના કારણે આજકાલ મોખરે-અતુલભાઇ જોષી

  • June 02, 2025 12:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજકાલ દૈનિકની વાર્ષિક લવાજમ યોજનાના મેગા ડ્રોના પારિવારિક મેળાવડામાં આજકાલ દૈનિકના પાયાના સ્તંભ સમાન સદસ્યો શહેર-જિલ્લાના એજન્ટ અને વિતરક ભાઇઓને આવકારી જનરલ મેનેજર અતુલભાઇ જોષીએ જણાવ્યું હતું કે, જામનગરના અબ્બાસભાઇ, ધ્રોલના રોહિતભાઇ સહિતના એજન્ટ મિત્રો અને ઘણા વિતરકો આજકાલના પાયાના પથ્થર છે, તમામ એજન્ટ અને વિતરકભાઇઓએ આજકાલની વિકાસયાત્રામાં તનતોડ મહેનત કરી છે.

​​​​​​​વર્તમાન સમયમાં બદલાતા પ્રવાહો સાથે એજન્ટો અને વિતરક ભાઇઓએ પણ બદલવું પડશે. આ માટે આજકાલ પરિવાર મદદ‚પ થવા હરહંમેશ માટે તત્પર છે. જામનગરમાં આજકાલને નં. ૧ બનાવવામાં સાથ આપનાર તમામ વિતરકો અને એજન્ટો ભાઇઓનો દિલથી આભાર માન્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application