તંત્રના 'બુદ્ધિપ્રદર્શન' પર સવાલ: રાજકોટમાં ધોધમાર વરસાદ વચ્ચે ડામર રોડ બનાવવાનું ચાલુ...જૂઓ વીડિયો

  • June 07, 2025 08:09 PM 

રાજકોટના વાવડી વિસ્તારમાં ચાલુ વરસાદ દરમિયાન જ ડામર રોડ બનાવવામાં આવતા તંત્રની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે. ભારે વરસાદ વચ્ચે રોડ બનાવવાની આ રીતને કારણે નવા બનેલા ડામર રોડની ગુણવત્તા કેટલી ટકશે તે અંગે લોકોમાં શંકા પ્રવર્તી રહી છે.


​​​​​​​આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, વરસાદ ચાલુ હોવા છતાં કામદારો દ્વારા ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે ડામર રોડ બનાવવા માટે સૂકા વાતાવરણ અને ચોક્કસ તાપમાનની જરૂર પડે છે, જેથી ડામર બરાબર સેટ થઈ શકે અને રોડ લાંબા સમય સુધી ટકી શકે.

વરસાદમાં ડામર રોડ બનાવવાથી ડામર અને કપચીનું મિશ્રણ યોગ્ય રીતે થતું નથી, જેના કારણે રોડ ઝડપથી તૂટી જવાની અને ખાડા પડવાની શક્યતા રહે છે. આ 'બુદ્ધિપ્રદર્શન' થી જાહેર નાણાનો દુર્વ્યય થવાનો ભય પણ સેવાઈ રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા અથવા સંબંધિત વિભાગે આ મામલે સ્પષ્ટતા કરવી જોઈએ અને ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય તેની તકેદારી રાખવી જોઈએ તેવી લોકો માંગ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application