સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં સરકારે નવી 163 જગ્યા ઊભી કરી

  • June 10, 2025 09:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્થાનિક કક્ષાના ખેલાડીઓને પ્રોત્સાહન તથા પાયાની માળખાગત સુવિધાઓ મળી રહે અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતના ખેલાડીઓ પણ પોતાનું કૌવત દેખાડી શકે તે માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની રચના કરવામાં આવી છે. લાંબા સમયગાળા પછી સરકારે તેમાં જુદા જુદા સંવર્ગની કુલ 163 જગ્યા ઊભી કરી છે અને આગામી દિવસોમાં તેમાં ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ જે નવી 163 જગ્યા ઉભી કરવામાં આવી છે તેમાં ડેપ્યુટી ડાયરેક્ટરની ત્રણ, ઝોનલ રમત ગમત વહીવટી અધિકારીની બે આસિસ્ટન્ટ ડાયરેક્ટરની ત્રણ જિલ્લા રમત ગમત અધિકારીની 11 જિલ્લા રમત વિકાસ અધિકારીની દસ નાયબ કાર્યપાલક ઇજનેરોને નવ સહિતની જગ્યાઓ ઊભી કરવામાં આવી છે.

આ ઉપરાંત વહીવટી અધિકારી ડિસ્ટ્રીક કોચ પી.આર.ઓ ઓફિસ સુપ્રિન્ટન એકાઉન્ટ ક્લાર્ક તાલુકા રમત વિકાસ અધિકારીઓ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. એકાઉન્ટન્ટની જગ્યા પ્રતિનિયુક્તિની ધોરણે ભરવામાં આવશે જ્યારે બાકીની તમામ જગ્યાઓ સીધી ભરતીથી કરવામાં આવશે.

રમત ગમતને ઉત્તેજન આપવા માટે સરકાર દ્વારા ઘણા સમયથી સ્પોર્ટ્સ ઓથોરિટીની રચના કરવામાં આવી છે. પરંતુ મોટા ભાગની જગ્યાઓ ખાલી હોવાથી આ બોર્ડ માત્ર ઓન પેપર હોય તેવું જણાતું હતું. હવે જ્યારે 163 જગ્યા મંજૂર કરવામાં આવી છે ત્યારે પણ તે માટે માત્ર 21 લાખની ટોકન જોગવાઈ કરવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application