મૂળ સૌરાષ્ટ્રના હેમાંગ પલાણ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ સીઝન 2માં મહત્વનો રોલ અદા કરશે, કહ્યું- એકતા કપૂર સાથેની બેઠક એક અદભૂત અનુભવ

  • June 10, 2025 05:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એક સમયની અત્યંત લોકપ્રિય ટેલિવિઝન સિરિયલ ક્યૂંકિ સાસ ભી કભી બહુ થીની નવી સીઝન વરસો પછી આવી રહી છે. એમાં સ્મૃતિ ઇરાની અને અમર ઉપાધ્યાય સાથે, જાણીતા ગુજરાતી અભિનેતા હેમાંગ પલાણ પણ એક મહત્ત્વના પાત્રમાં દેખાવાના છે. 


એકતા કપૂરે તેના જુહુ સ્થિત બંગલે બેઠક કરી 

તાજેતરમાં એકતા કપૂરે તેના જુહુ સ્થિત બંગલે એક સર્જનાત્મક બેઠકમાં ભાગ લેવા માટે બોલાવ્યા હતા. હેમાંગ આ શોમાં સ્મૃતિ ઈરાની, હેમંત ઉપાધ્યાય વગેરે કલાકારો સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતા જોવા મળશે. બેઠક બાદ હેમાંગ પલાણે કહ્યું કે, તે એક અદભૂત અનુભવ અને એકતા કપૂર સાથે જીવંત વાતચીત હતી.


ભારતીય ટેલિવિઝન ઉદ્યોગનો સૌથી લોકપ્રિય શો બનશે

હેમાંગ પલાણે કહ્યું કે, એકતા કપૂર દ્વારા આપવામાં આવેલા પહેલા એપિસોડની સ્ક્રિપ્ટ અને વાર્તાના વર્ણનથી મને ખાતરી થઈ ગઈ છે કે ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ની સીઝન 2 ખરેખર ભારતીય ટેલિવિઝન ઉદ્યોગનો સૌથી લોકપ્રિય શો બનશે.


નિઃશંકપણે વિશ્વભરના દર્શકોને પ્રભાવિત કરશે

હેમાંગે વધુમાં કહ્યું કે, આ શોનું પૃષ્ઠભૂમિ સંગીત અને ગીતો અને નૃત્યો, ભાવનાત્મક દ્રશ્યો સાથે, નિઃશંકપણે વિશ્વભરના દર્શકોને પ્રભાવિત કરશે. એકતા કપૂરના કૃષ્ણ બંગલા ખાતે યોજાયેલી સર્જનાત્મક બેઠકમાં સ્મૃતિ ઈરાની સહિત તમામ કલાકારોએ ભાગ લીધો હતો. રવિવારે બે દિવસ પહેલા યોજાયેલી આ સર્જનાત્મક બેઠકમાં ક્રિએટિવ ટીમ, પ્રોડક્શન ટીમ, વાર્તા લેખક, સંવાદ લેખક અને શોના દિગ્દર્શકે પણ ભાગ લીધો હતો.


સિરીયલનું પ્રસારણ 3 જુલાઈએ સ્ટાર પ્લસ ચેનલ પર શરૂ થવાની સંભાવના

ક્યુંકી કી સાસ ભી કભી બહુથી સીઝન 2 સિરીયલનું પ્રસારણ 3 જુલાઈ, 2025ના રોજ સ્ટાર પ્લસ ચેનલ પર શરૂ થવાની સંભાવના છે. આ શોની સીઝન 1નું પ્રસારણ સ્ટાર પ્લસ પર 3 જુલાઈ, 2000ના રોજ થયું હતું.


કોણ છે હેમાંગ  પલાણ?

મૂળ વેરાવળ સોમનાથના અને મુંબઈમાં રહેતા હેમાંગ પલાણે આ પહેલાં પણ અનેક લોકપ્રિય સિરિયલ્સમાં સુંદર પાત્રો ભજવીને ઇન્ડસ્ટ્રીમાં આગવું સ્થાન બનાવ્યું છે. 
હેમાંગે એમની પ્રદીર્ઘ કારકિર્દીમાં 91 સિરિયલ્સમાં અભિનય કર્યો છે. એમાં બાલાજીની પણ પંદરેક સિરિયલ્સ સામેલ છે. મુંબઈમાં ભારતીય વિદ્યા ભવનની અભિનય શીખવતી સંસ્થા, ભારતીય નાટ્ય શિક્ષાપીઠમાં નાટ્યશાસ્ત્રનો અભ્યાસ કરનારા હેમાંગને ક્યૂંકિ સાસ ભી કભી બહુ થીમાં અનોખા પાત્રમાં નિહાળીને એમના ચાહકો ખુશ થશે એ નક્કી.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application