પોલીસ હેડ કવાર્ટર ખાતે મકરસંક્રાંતિ પર્વની ઉત્સાહભેર ઉજવણી
જામનગરના હેડકવાર્ટર ખાતે મકરસંક્રાંતિના પાવન પ્રસંગે પતંગ મહોત્સવ નું આયોજન કરીને એસપી દ્વારા સમગ્ર પોલીસ પરિવારને સાથે રાખી પતંગ ઉડાવ્યા હતા, અને મકરસંક્રાંતિના પાવનકારી પર્વની વિશેષ રૂપે ઉજવણી કરી હતી.
જામનગરના જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા ગઈકાલે મકરસંક્રાંતિ ના પર્વને લઈને પોલીસ હેડ ક્વાર્ટરમાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સાથે જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા અન્ય પોલીસ અધિકારીઓ, તેમજ પોલીસ હેડ ક્વાટર્સમાં રહેતા પોલીસ કર્મચારીઓ વગેરે પોતાના પરિવાર સાથે ખૂબ જ ઉત્સાહ ભેર જોડાયા હતા, અને પતંગ ઉડાવીને મકર સંક્રાંતિના પર્વની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી.
સર્વે પોલીસ કર્મચારી અને તેમના પરિવારજનો પણ આ મહોત્સવમાં ઉત્સાહભેર જોડાયા હતા, જેમાં પોલીસ પરિવારના બાળકોએ વિષેશ રૂપે પતંગ મહોત્સવની મોજ માણી હતી. એસપી તથા અન્ય પોલીસ અધિકારીઓએ પતંગ ઉડાવીને પતંગ કાપવાના દાવ પેચ પણ લડાવ્યા હતા, ત્યારે વાતાવરણમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપાકિસ્તાનની પોલ ખોલીને પરત ફરેલા પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યા PM મોદી
June 10, 2025 09:31 PMગુજરાતમાં કોરોનાના નવા 223 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 1200ને પાર
June 10, 2025 09:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech