ચિત્રા વિસ્તારમાંથી વિદેશી દા‚ના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, અન્ય એક ફરાર

  • June 11, 2025 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચિત્રા વિસ્તારમાંથી એલસીબીએ બે થેલામાં વિદેશી દારૂની ૧૮૨બોટલો   સહિત કુલ કિ.રૂ.૨૨,૭૫૦નાં મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ભાવનગર શહેર, ચિત્રા, મસ્તારામ બાપાના મંદીર સામે જાહેર રોડ પર એક શખ્સ ત્રણ અલગ-અલગ પ્લાસ્ટીકના થેલાઓમાં કંઇક શંકાસ્પદ હાલતમાં લઇ ઉભેલ હોય અને તેને ચેક કરતાં નીચે શખ્સ પાસેથી ગેર કાયદેસર વિદેશીદારૂનો જથ્થો મળી આવતા   અમીત ઉર્ફે લખન ઇશ્વરભાઇ રાઠોડ જાતે છારા (ઉ.વ.૩૭ ધંધો મજુરી રહે,હાલ- તિલકનગર, આડોડીયાવાસ, ભીખાભાઇ પરમારના મકાનમાં, ભાવનગર મુળ રહે. મકાન નં.૭૧, મહાત્મા ગાંધીનગર, સુભાષનગર એરપોર્ટ રોડ, રબારીવાસ, ઓમપ્રકાશ હિન્દી સ્કુલની બાજુમાં, અમદાવાદ)ને ઝડપી લઈ પૂછપરછ કરતા  અભિષેક ઉર્ફે લાલો ભીખાભાઇ પરમાર (રહે.તિલકનગર, આડોડીયાવાસ, ભાવનગર)નું નામ આપતા ઇઅૠઙઈંઙઊછ ઉઊકઞડઊ ઠઇંઈંજઊંઢ ૧૮૦ ખક બોટલો નંગ-૧૮૨ કિ.રૂ.૨૨,૭૫૦ અને અલગ-અલગ ત્રણ થેલાઓ  મળી કુલ કિ.રૂ.૨૨,૭૫૦ નો મુદ્દામાલ કબ્જે કરી અભિષેક પરમારને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ, પોલીસ ઇન્સ. પી.બી.જેબલીયા, સ્ટાફના ભૈરવદાન ગઢવી, હારિતસિંહ ચૌહાણ, બળદેવભાઇ મકવાણા તેમજ  પ્રજ્ઞેશભાઇ પંડ્યા સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application