ગુજરાતમાં દર મિનિટે સરેરાશ બે બાળકોનો જન્મ, સૌથી વધુ જન્મ-મૃત્યુના સંદર્ભમાં અમદાવાદ મોખરે, જાણો રાજકોટ કેટલા ક્રમે છે

  • June 11, 2025 04:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં એક વર્ષમાં ૪.૮૮ લાખ લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે ૧૧.૨૬ લાખ બાળકોએ જન્મ લીધો છે. ૩૬૫ દિવસમાં ૫,૨૫,૬૬૬ મિનિટ થાય તે મુજબ, ગુજરાતમાં દર મિનિટે સરેરાશ બે બાળકોનો જન્મ થાય છે. એક વર્ષમાં સૌથી વધુ જન્મ અને મૃત્યુના સંદર્ભમાં અમદાવાદ જિલ્લો અગ્રણી છે. એક વર્ષમાં, અમદાવાદમાં ૬૫૪૧૬ મૃત્યુ થયા હતા જ્યારે ૧.૨૪ લાખ બાળકોનો જન્મ થયો હતો.


શહેરી વિસ્તારોમાં જન્મેલા બાળકોની સંખ્યા વધુ

સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ દ્વારા વર્ષ ૨૬૨૨માં જન્મેલા અને મૃત્યુ પામેલા લોકોની નોંધણીના આધારે આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. જે મુજબ, ગુજરાતમાં એક વર્ષમાં, ગ્રામીણ વિસ્તારોમાં ૧.૫૯ લાખ છોકરાઓ - ૧.૪૯ લાખ છોકરીઓ, કુલ ૩.૬૮ લાખ - જન્મ્યા હતા. જ્યારે શહેરી વિસ્તારોમાં ૪.૩૬ લાખ છોકરાઓ - ૩.૮૭ લાખ છોકરીઓ, કુલ ૮.૧૭ લાખ બાળકોનો જન્મ થયો હતો. આમ, છોકરાઓ કરતાં છોકરીઓના જન્મની સંખ્યા ઘણી ઓછી છે. આ ઉપરાંત, ગ્રામીણ વિસ્તારો કરતાં શહેરી વિસ્તારોમાં જન્મેલા બાળકોની સંખ્યા વધુ છે.


અમદાવાદ પછી, સુરત 98 હજાર સાથે સૌથી વધુ જન્મ સાથે બીજા ક્રમે

અમદાવાદ પછી, સુરત 98 હજાર સાથે સૌથી વધુ જન્મ સાથે બીજા ક્રમે છે, બનાસકાંઠા 76 હજાર સાથે ત્રીજા ક્રમે છે, દાહોદ ચોથા ક્રમે છે. અને રાજકોટ પાંચમા ક્રમે છે. ગુજરાતમાં જન્મેલા બાળકોમાંથી 7447 છોકરાઓ- 5118 છોકરીઓ - 1 વર્ષની ઉંમર પહેલા મૃત્યુ પામે છે. જો આપણે મૃત્યુની વાત કરીએ તો, 76 વર્ષથી વધુ ઉંમરના 1.93 લાખ, 55 થી 64 વર્ષની વય જૂથના 85155 અને 45 થી 54 વર્ષની વય જૂથના 66629 મૃત્યુ થયા છે. 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કુલ 19968 મૃત્યુ નોંધાયા છે. કુલ મૃત્યુમાં 2.93 લાખ પુરુષો અને 1.94 લાખ સ્ત્રીઓનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application