ઓનલાઈન પ્રવેશ ફોર્મ https://itiadmission.Rularat.gov.in વેબસાઇટ પર ભરવાનું શરુ થઇ ગયું છે. જે તારીખ ૩૦/૦૬/૨૦૨૫ સુધી ભરી શકાશે. રૂ.૫૦/- રજીસ્ટ્રેશન ફી (નોન રિફંડેબલ) ઓનલાઈન પધ્ધતિથી ભરવાની રહેશે.
ઉમેદવાર તેના પસંદગીના સ્થળ, વ્યવસાય વગેરે મુજબ તેની પસંદગીના તમામ ટ્રેડની પસંદગી મુજબ ક્રમ નક્કી કરી choice filling કરી શકશે.
એક વખત રજીસ્ટ્રેશન થઈ ગયા પછી ઉમેદવાર જો તેઓએ ભરેલ વિગતોમાં સુધારો કરવા ઇચ્છતા હશે તો તેઓએ નજીકના હેલ્પ સેન્ટરની મુલાકાત લઈ તારીખ ૩૦/૦૬/૨૦૨૫ સુધીમાં સુધારો કરાવી શકશે.
ઉમેદવારે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરતા પહેલા પ્રવેશ ફોર્મ ભરવા સંબંધની જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આ ખાતાની વેબસાઇટ https://itiadmission.gujarat.gov.in ઉપરથી અભ્યાસ કરી જરૂર જણાયે નજીકની આઈ.ટી.આઈ.નો સંપર્ક કરી પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે.
સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ઉપલબ્ધ વ્યવસાયોની વિગત, અરજી ફોર્મ ભરવા સંબંધિત સામાન્ય સૂચનાઓ, પ્રવેશના નિયમો, મેરીટ યાદી નક્કી કરવાની પધ્ધતિ, સંસ્થાકીય સ્ટાઇપેન્ડ, રિઝર્વેશન પોલિસી, સંબંધિત વ્યવસાયોમાં પ્રવેશ પાત્રતા, ટ્યુશન ફી, કોશનમની ડિપોઝિટ વગેરે તમામ વિગતો માહિતી પુસ્તિકામાં દર્શાવેલ છે. જે ઉપરોક્ત વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે. જે ડાઉનલોડ કરીને ફોર્મ ભરતા પહેલા વેબસાઇટ પર મુકેલ તમામ માહિતી તથા સૂચનાઓ વાંચી લેવાની રહેશે.
સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના વ્યવસાયોમાં ભરવાપાત્ર બેઠકો ઉપરોક્ત વેબસાઇટમાં મૂકવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationવિજય માલ્યાની લોન ચુકવણીના દાવા સરકારે નકારી કાઢ્યા, કહ્યું હજુ પણ 7000 કરોડ રૂપિયા બાકી
June 10, 2025 11:24 AMએગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે
June 10, 2025 11:20 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech