જામ્યુકો સંચાલિત ઢોરના ડબ્બામાં કોંગી કોર્પોરેટર દ્વારા સરપ્રાઈઝ વિઝીટ કરાતાં અનેક ક્ષતીઓ ધ્યાનમાં આવી: ઢોરના ડબામાં પશુ ચિકિત્સક સહિતની વ્યવસ્થાનો અભાવ
જામનગર નજીક હાપા માર્કેટિંગ યાર્ડ પાસે મહાનગરપાલિકા સંચાલિત ઢોરનો ડબ્બો આવેલો છે, જે સ્થળે આજે વિશ્વ પર્યાવરણના દિવસે કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફી દ્વારા સરપ્રાઈઝ વિઝીટ કરવામાં આવી હતી. જે વિઝીટ દરમિયાનમાં અનેક ક્ષતિ અને અક્ષમ્ય બેદરકારી સામે આવી હતી.
ઉપરોક્ત ઢોરના ડબ્બામાં મુલાકાત વેળાએ પશુઓને આપવા માટે નો પૂરતો ઘાસચારો ન હોવાનું, તેમજ પીવાના પાણીની પણ વ્યવસ્થા ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ ઉપરાંત ઢોરના ડબ્બામાં ચાર ગાયોના મૃતદેહ પડ્યા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું, જ્યારે ચાર ગાયો ખૂબ જ અશક્ત અને બીમાર અવસ્થામાં હોવાનું જોવા મળ્યું હતું અને તે સ્થળે પશુ ચિકિત્સકની પણ વ્યવસ્થા ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech