વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 ની ફાઇનલ મેચ આજથી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાશે. દક્ષિણ આફ્રિકા આજે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમશે. તેનું લક્ષ્ય ઓસ્ટ્રેલિયાએ ૧૯૧૨માં આ મેદાન પર આપેલા ૧૧૩ વર્ષ જૂના ઘાનો બદલો લેવાનું હશે. દક્ષિણ આફ્રિકા અત્યાર સુધી કોઈ આઈસીસી ટ્રોફી જીતી શક્યું નથી. આ વખતે તે આ મેણું ભાંગીને પહેલી વાર આઈસીસી ટ્રોફી ઘરે લઈ જવા કવાયત કરશે. બંને ટીમોએ આ ટાઇટલ મેચ માટે પોતાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે. ૧૯૧૨ પછી પહેલી વાર બંને ટીમો આ મેદાન પર ટકરાશે.
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમો ૧૯૧૨માં પહેલી વાર લોર્ડ્સના મેદાન પર રમવા આવી હતી. આ ટેસ્ટ શ્રેણીમાં ત્રણ ટીમોએ ભાગ લીધો હતો. ત્રીજી ટીમ ઇંગ્લેન્ડની હતી. લોર્ડ્સના મેદાન પર રમાયેલી આ મેચમાં, દક્ષિણ આફ્રિકાની ટીમ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ ઇનિંગમાં ૨૬૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં, ઓસ્ટ્રેલિયન ટીમે ૩૯૦ રન બનાવ્યા હતા. ફ્રેન્ક મિશેલના નેતૃત્વ હેઠળની દક્ષિણ આફ્રિકાની ટીમ તેમની બીજી ઇનિંગમાં ફક્ત 173 રનમાં જ આઉટ થઈ ગઈ અને ઓસ્ટ્રેલિયાએ મેચ 10 વિકેટથી જીતી લીધી. ઇંગ્લેન્ડે આ શ્રેણી જીતી લીધી. હવે 113 વર્ષ પછી, ફરી એકવાર દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા લોર્ડ્સમાં ટકરાશે.
દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 101 ટેસ્ટ મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન, ઓસ્ટ્રેલિયાએ 54 ટેસ્ટ મેચ જીતી છે. જ્યારે દક્ષિણ આફ્રિકા 26 માં સફળ રહ્યું છે. 21 ટેસ્ટ મેચ ડ્રો રહી છે. છેલ્લા 10 વર્ષમાં, દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા પર પ્રભુત્વ ધરાવે છે. 2015 થી, બંને ટીમો વચ્ચે 10 ટેસ્ટ મેચ રમાઈ છે. આમાં, દક્ષિણ આફ્રિકા 5 જીતી ગયું છે. જ્યારે ઓસ્ટ્રેલિયા 4 ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહ્યું છે.
ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન
ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, કેમેરોન ગ્રીન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, વીબે વેબસ્ટર, એલેક્સ કેરી, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, જોશ હેઝલવુડ
દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન
ટેમ્બા બાવુમા (કેપ્ટન), એડમ માર્કરામ, રેયાન રિકલ્ટન, વિયાન મુલ્ડર, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ બેડિંગહામ, કાયલ વેરેન, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુંગી એનગીડી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદ એરપોર્ટ બંધ થવાથી મુસાફરો પરેશાન, રેલવેએ આ બે શહેરો માટે ખાસ ટ્રેનો શરૂ કરી
June 12, 2025 09:52 PMઅમદાવાદમાં વિમાન ક્રેશ કેમ થયું? અમેરિકાથી આવ્યો મોટો રિપોર્ટ
June 12, 2025 09:16 PMઅમદાવાદ એરપોર્ટ પર પ્લેન ક્રેશ: ટેક-ઓફ બાદ જ દુર્ઘટના, CCTV સામે આવ્યા!
June 12, 2025 08:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech