પ્યુ રિસર્ચ સેન્ટરના તાજેતરના અહેવાલ મુજબ ઇસ્લામ માત્ર વિશ્વનો બીજો સૌથી મોટો ધાર્મિક જૂથ નથી, પરંતુ તે સૌથી ઝડપથી વિકસતો ધર્મ પણ બની ગયો છે. 2010 થી 2020 ની વચ્ચે, મુસ્લિમ વસ્તીમાં 21 ટકાનો વધારો થયો છે, એટલે કે, આ આંકડો 170 કરોડથી વધીને 200 કરોડ થયો છે. આ વૃદ્ધિ વૈશ્વિક સરેરાશ વસ્તી વૃદ્ધિ 10 ટકા કરતા બમણી ઝડપી છે. હવે વિશ્વમાં દર ચારમાંથી એક વ્યક્તિ મુસ્લિમ છે. એટલે કે, સમગ્ર વિશ્વની વસ્તીમાં મુસ્લિમોનો વૈશ્વિક હિસ્સો 26 ટકા છે. બીજી તરફ, બિન-મુસ્લિમ વસ્તીમાં માત્ર 9.7 ટકાનો વધારો જોવા મળ્યો છે. આમાં, હિન્દુઓની વસ્તીમાં 0.1 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2010 માં હિન્દુઓની વસ્તી 15 ટકા હતી, જે વર્ષ 2020 માં 14.9 થઈ ગઈ.
ઉત્તર અમેરિકામાં મુસ્લિમોની સૌથી વધુ વસ્તી નોંધાઈ
આ આંકડા માત્ર વસ્તી વિષયક પરિવર્તનને પ્રતિબિંબિત કરતા નથી, પરંતુ આગામી દાયકાઓમાં સાંસ્કૃતિક, રાજકીય અને સામાજિક પરિદૃશ્યને પણ અસર કરશે. પ્યુ રિસર્ચ સેન્ટરના અહેવાલ મુજબ, ઉત્તર અમેરિકામાં મુસ્લિમોની સૌથી વધુ વસ્તી નોંધાઈ હતી, જેમાં 2010 થી 2020 સુધીમાં 52 ટકાનો વધારો થયો હતો. અહીં કુલ મુસ્લિમ વસ્તી 59 લાખ છે. નવજાત શિશુઓના ધર્માંતરણ, શરણાર્થીઓના સ્થળાંતર અને કુદરતી વસ્તી વૃદ્ધિને કારણે અહીં ઇસ્લામ ઝડપથી ફેલાયો છે.
આ પ્રદેશ મુસ્લિમોનો સૌથી મોટો ગઢ
જો આપણે વિશ્વના વિવિધ ભાગોમાં મુસ્લિમ વસ્તીમાં વધારા વિશે વાત કરીએ, તો 2010થી 2020 દરમિયાન, સબ-સહારન આફ્રિકામાં 34 ટકાનો વધારો નોંધવામાં આવ્યો હતો. કુદરતી વસ્તી વૃદ્ધિ અને ઇસ્લામિક શિક્ષણ કેન્દ્રોની હાજરીને કારણે આ પ્રદેશમાં મુસ્લિમ વસ્તીમાં ઉચ્ચ વૃદ્ધિ નોંધાઈ છે. એશિયા પેસિફિક ક્ષેત્રમાં કુલ મુસ્લિમ વસ્તી 26 ટકા છે, જ્યાં મુસ્લિમ વસ્તીમાં 1.4 ટકાનો વધારો થયો છે. આ પ્રદેશ મુસ્લિમોનો સૌથી મોટો ગઢ છે. અહીં ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, ભારત અને બાંગ્લાદેશ જેવા દેશોને કારણે મુસ્લિમ વસ્તી સતત વધી રહી છે. યુરોપમાં ઇમિગ્રેશનને કારણે મુસ્લિમ વસ્તીમાં 0.7 ટકાનો વધારો જોવા મળ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમવડીની સગીરાને ભગાડી દુષ્કર્મના આરોપીના જામીન હાઇકોર્ટ દ્વારા મંજૂર
June 11, 2025 02:45 PMઓટીટીના ક્રેઝે કેબલ ઇન્ડસ્ટ્રીના 5.77 લાખ લોકોની નોકરીઓ છીનવી લીધી
June 11, 2025 02:44 PMચિત્રા વિસ્તારમાંથી વિદેશી દાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, અન્ય એક ફરાર
June 11, 2025 02:43 PMસિહોર ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા વિતરણ
June 11, 2025 02:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech