ઉપલેટાના ચીખલિયા ગામે પિતા–પુત્ર ઉપર ત્રણ શખસોનો હત્પમલો

  • June 10, 2025 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉપલેટાના ચીખલીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા વૃધ્ધ તેના પુત્ર અને પુત્રની પત્ની ઉપર ત્રણ શખ્સોએ લાકડી, ધોકા વડે હત્પમલો કરી ઢીકાપાટુનો મારમારતા સારવાર લીધી હતી. બનાવ અંગે પ્રૌઢએ ત્રણ શખ્સો સામે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ગુનો નોંધ્યો છે.
પ્રા વિગત મુજબ ચિખલિયા ગામે રહેતા દેવશીભાઈ ભીમાભાઈ બગડા (ઉ.વ.૬૦)એ ઉપલેટા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મેહત્પલ જેન્તીભાઇ સુણા, નિખિલ રસિકભાઈ સુણા અને જયદીપ રસિકભાઈ સુણાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રીના સાડા નવ વાગ્યે વાડીએથી પાણી વારીને ઘરે જતો હતો ત્યારે મેહત્પલ સુણા, નીખીલ સુણા તથા જયદીપ સુણા ઘર પાસે બેઠા બેઠા મોબાઇલમા ગેમ રમતા હતા અને ગાળો બોલતા હતા. આથી ત્રણેયને ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા જયદીપ સુણાએ કહેલ કે, ગાળો બોલશુ તો તમે શું કરી લેશો, આથી મેં કહ્યું હતું કે, આમા તો નહિ થવાનુ થશે અને ત્યાથી મારા તરફ જઈ રહ્યો હતો ત્યારે મેહત્પલ સુણાએ પાછળ આવી લાકડીથી હત્પમલો કરતા માથા અને હાથના ભાગે ઇજા થઇ હતી. દેકારો થતા ગામના લોકો ભેગા થઇ ગયા હતા અને મારો પુત્ર અનીલ આવી જતા મને સારવાર માટે ઉપલેટા સરકારી દવાખાને લઇ ગયો હતો. મારી સારવાર ચાલુ હતી દરમિયાન દિકરો અશોક પણ લોહી લુહાણ હાલતમાં દવાખાને આવતા તેને પૂછતાં મેહત્પલ, નીખીલ અને જયદીપ ત્રણેયએ ધોકા વડે હત્પમલો કરી મારમાર્યેા હોવાનું જણાવ્યું હતું. વચ્ચે પડતા પુત્રવધુ અને પત્નીને પણ ઢીકાપાટુનો મારમાર્યેા હતો. અને ત્રણેય લોકો જતા યાં આજ તો બચી ગયા પણ ફરી વખત હવે જાનથી મારી નાખવા છે તેમ ધમકી આપી હતી.
બનાવ અંગે પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application