જામનગર તા.૮ મે, જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના ફોર વ્હીલર (LMV) ધરાવતા વાહન માલિકો જૂની સિરીઝમાં બાકી રહેલા સિલ્વર અને ગોલ્ડન નંબર માટે ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે.
આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો આગામી તા.૦૮-૦૫-૨૦૨૫ થી ૧૦-૦૫-૨૦૨૫ બપોરે ૪:૦૦ કલાક સુધી, ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો આગામી તા.૧૦-૦૫-૨૦૨૫ થી ૧૨-૦૫-૨૦૨૫ બપોરે ૪:૦૦ કલાક સુધીનો રહેશે. તેમજ આ ઈ-ઓકશનનું પરિણામ આગામી તા.૧૨-૦૫-૨૦૨૫ ના રોજ બપોરે ૦૪:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.
ઉક્ત પ્રકિયામાં ભાગ લેવા માટે વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in આ વેબસાઈટ પર જઈને નોંધણી/ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઈ-ડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઈ-ડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉક્ત વેબસાઇટ પર લોગ-ઈન કરીને વાહન ખરીદીના દિવસ-૦૭ ની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે.
વાહન માલિકે ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઈ એક નંબર પસંદ કરીને ઓનલાઈન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઈન રસીદ મેળવી લેવાની રહેશે.
વાહનમાલિકે પોતાની બીડ ઉપરોકત જણાવેલા સમયગાળા દરમિયાન ૧૦૦૦ ના ગુણાંકમાં વધારી શકશે. ઈ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલા અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે.
પસંદગીના નંબર મેળવેલા અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઈન રીતે દિવસ-૦૫માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહિ, જેની સર્વે વાહન માલિકોને નોંધ લેવા માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજેતપુરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તર સહિત માત્ર બે કર્મચારી: તમામ કામગીરી ઠપ જેવી હાલત
June 10, 2025 10:31 AMરાજકોટ સિવાય સૌરાષ્ટ્રના ૮૦ ટકા ડેમ ખાલી
June 10, 2025 10:20 AMપેપર ખોલાવનારાઓનુ પરિણામ બોર્ડે વેબસાઈટ પર મૂકી દીધું: રૂબરૂ જવાબ નહી મળે
June 10, 2025 09:54 AMસ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં સરકારે નવી 163 જગ્યા ઊભી કરી
June 10, 2025 09:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech