કેનેડાના ટોરોન્ટોમાં રેકોડિગ સ્ટુડિયોની બહાર ૧૦૦ રાઉન્ડ ફાયરિંગ કરવાની ચોકાવનારી ઘટના સામે આવી છે, ભારતીય ગાયકો જે વિસ્તારમાં રહે છે ત્યાં આડેધડ ફાયરીંગ કરવામાં આવ્યું હતું . આ ઘટનામાં પોલીસે ૨૩ની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ૧૬ હથિયાર જ કરવામાં આવ્યા છે જેમાં ૨ રાયફલ પણ છે. જો કે આ ઘટના ૩ દિવસ પહેલા બની હોવાનું કહેવાય છે જેમાં પોલીસ આ ઘટનામાં કોનો હાથ છે તે શોધવા આકાશ પાતાળ એક કરી રહી છે.
કેનેડાના ટોરોન્ટોમાં રેકોડિગ સ્ટુડિયોની બહાર લગભગ ૧૦૦ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. આ ગોળીબાર જે વિસ્તારમાં થયો છે ત્યાં ઘણા ભારતીય ગાયકો રહે છે. જેમાંથી મોટાભાગના પંજાબના છે અને તેમનો મ્યુઝિક સ્ટુડિયો આ જગ્યાએ આવેલો છે. આ ફાયરિંગની ઘટના પાછળ કોનો હાથ છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટના લગભગ ત્રણ દિવસ પહેલા બની હોવાનું કહેવાય છે. કેનેડિયન પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ લોકો ચોરીના વાહનમાં આવ્યા હતા. તેણે સ્ટુડિયોની બહાર ફાયરિંગ કયુ. સ્ટુડિયોમાં હાજર લોકોએ પણ ગોળીબાર કર્યેા હતો. બંને જૂથો વચ્ચે ગોળીબાર થયો હતો. આ દરમિયાન સાદા યુનિફોર્મમાં ઉભેલા ઘણા પોલીસકર્મીઓ નાસી છૂટા હતા.
કેનેડા પોલીસે આ કેસમાં ૨૩ લોકોની ધરપકડ કરી છે. પોલીસે ૧૬ હથિયારો જ કર્યા છે. જેમાં ૨ રાઈફલો પણ છે. પોલીસ ફરાર લોકોને શોધી રહી છે. ભારતીય એજન્સીઓ પણ ફાયરિંગની આ ઘટના પર ચાંપતી નજર રાખી રહી છે. કારણ કે જે વિસ્તારમાં ફાયરિંગ થયું છે ત્યાં ઘણા પંજાબી ગાયકોના બંગલા છે અને મ્યુઝિક સ્ટુડિયો પણ તેમના દ્રારા બનાવવામાં આવ્યા છે.
આટલું જ નહીં ફાયરિંગ પહેલાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ઘણા લોકો લાઉડ મ્યુઝિક પર ગીતો વગાડી રહ્યા છે અને હથિયારો સાથે ડાન્સ કરી રહ્યા છે. આ ઘટના લગભગ ત્રણ દિવસ પહેલા બની હોવાનું કહેવાય છે, જેના પર કેનેડિયન પોલીસની એક મહિલા અધિકારીએ પણ નિવેદન આપ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech