ગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત

  • June 08, 2025 07:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં આજે માર્ગ અકસ્માતોનો કાળો દિવસ સાબિત થયો છે, જેમાં ત્રણ જુદા જુદા બનાવમાં કુલ 6 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ કરુણ ઘટનાઓએ રાજ્યભરમાં શોકની લાગણી પ્રસરાવી છે.


ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત
ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર ભયાવહ અકસ્માત સર્જાયો હતો. એક ટ્રકની અડફેટે આવતા ત્રણ મિત્રોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. ત્રણેય મિત્રો એક જ બાઇક પર સવાર હતા અને ટ્રક સાથેની ટક્કર એટલી જોરદાર હતી કે તેમને બચાવવાની કોઈ તક મળી ન હતી.


સાવરકુંડલામાં હિટ એન્ડ રનમાં એકનું મોત

અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક ઝડપી કિયા કારે બે બાઇકને ઉડાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું. 


બારડોલીમાં બાઇક ડમ્પર નીચે ઘૂસ્યું
બારડોલી તાલુકાના કડોદ ગામે સ્વામિનારાયણ મંદિર સામે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં​ ટેમ્પાને ઓવરટેક કરવા જતાં બાઇક ડમ્પર નીચે ઘૂસ્યું હતું. કામરેજના ડુંગરા ગામના રહેવાસી સાજનભાઈ કાંતુભાઈ રાઠોડ તેમની બાઈક પર સવાર હતા. સાજનભાઈએ પૂરઝડપે વાહન ચલાવતા આગળ જતા ટેમ્પોને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. તેની મોટરસાયકલનો કોઈ ભાગ ટેમ્પાના પાછળના ભાગે અથડાયો હતો. આ કારણે તેમણે મોટરસાયકલ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી મોટરસાયકલ ડમ્પરના આગળના ભાગે અથડાઈ હતી. અકસ્માત સર્જાયો હતો. સાજનભાઈ ડમ્પરના ટાયર નીચે આવી ગયા હતા. જેથી તેમનું માથું કચડાઈ જવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

આ ત્રણેય અકસ્માતોમાં જીવ ગુમાવનારાઓના પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે ત્રણેય ઘટનાઓ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતોએ ફરી એકવાર વાહનચાલકોને સાવચેતી રાખવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે ગંભીર સંદેશ આપ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application