અમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર

  • June 08, 2025 10:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમિલનાડુમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યની DMK સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે હું દિલ્હીમાં રહું છું પણ મારી આંખો અને કાન તમિલનાડુમાં છે. તેમણે એ પણ કહ્યું કે ૨૦૨૬માં રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ગઠબંધનની સરકાર બનશે.


​​​​​​​કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તમિલનાડુના મહત્વપૂર્ણ પ્રવાસે છે અને આ દરમિયાન તેમણે જોરદાર ભાષણ આપ્યું છે. તેમણે કહ્યું કે ૨૦૨૬માં વિધાનસભા ચૂંટણીઓ પછી ભાજપના નેતૃત્વવાળું ગઠબંધન રાજ્યમાં સરકાર બનાવશે.

પોતાના ભાષણમાં અમિત શાહે માત્ર તમિલનાડુ જ નહીં, પરંતુ પશ્ચિમ બંગાળમાં પણ ભાજપની સરકાર બનવાની વાત કહી છે. તેમણે કહ્યું, "તમિલનાડુના લોકો ભ્રષ્ટ DMK શાસનને ઉખાડી ફેંકવાની રાહ જોઈ રહ્યા છે. ૨૦૨૬માં તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ભાજપનું શાસન નિશ્ચિત છે."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application