ભીમ અગિયારસ પછી પણ તીનપત્તીના શોખીનોએ પત્તા ન છોડ્યા, સૌરાષ્ટ્ર્રમાં જુગાર પૂરબહાર ખેલાયો, વધુ 19 દરોડામાં 137 જુગારીઓ ઝડપાયા

  • June 09, 2025 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કરી હતી. સૌરાષ્ટ્ર્રમાં રાજકોટ, ઉપલેટા,દેરડી કુંભાજી, જામનગર, જામજોધપુર, અમરેલી, વંડા, સાવરકુંડલા, નાગેશ્રી, ખાંભા, મોરબીમ માળિયા મિયાણા, માણાવદર અને વંથલી મળી ૧૯ સ્થળોએ પોલીસએ દરોડા પાડી રોકડ, મોબાઈલ, વાહન મળી ૬.૯૩ લાખનો મુદામાલ કબ્જેકરી તમામ સામે કાર્યવાહી કરી હતી.


ઉપલેટાના પડવલામાં પાના ટીચતાં પાંચ ઝડપાયા

ઉપલેટા તાલુકાના પડવલા ગામે જાહેરમાં કેટલાક શખસો પાના ટીચતાં હોવાની બાતમીના આધારે ભાયાવદર પોલીસે દરોડો પાડી ઇબ્રાહિમ સીદીકભાઈ સાયાણી, મુબારક આમદભાઈ સાયાણી, અસલમ હાજીભાઇ સાયાણી, અસલમ અબ્દુલભાઈ નાઈ, કાદર તૈયબભાઈ સુમરા (તમામ રહે–પડવલા)ને ઝડપી લઈ રોકડ ૫,૧૯૦ની મત્તા કબ્જે કરી ભાયાવદર પોલીસે ગુનો નોંધ્યો છે.


ગોંડલ પંથકમાં જુગાર રમતા આઠ ઝડપાયા

ગોંડલ એ'ડીવીઝન પોલીસે ભગવતપરા દોમડીયા સોસાયટીમાં રહેણાંક મકાનમાં ચાલી રહેલા જુગાર નાં અખાડા પર દરોડો પાડી આઠ જુગારીઓને ઝડપી લીધા હતા. દોમડીયા સોસાયટીમાં રહેણાંક મકાનમાં નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા પોલીસે જુગાર રમી રહેલા મનોજ બાવળીયા, રમેશ રોજાસરા, સુરજ બાવળીયા, વિશાલ વાવડીયા, કિશોર મકવાણા, સાગર જમોડ, પ્રવિણ મકવાણા તથા દિવ્યેશ મકવાણાને ઝડપી લઇ આઠ મોબાઇલ તથા રોકડ મળી .૫૯,૮૦૦ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.


જામજોધપુરના જીણાવારીમાં એલસીબી ત્રાટકી: નવ જુગારી ઝબ્બે

જામજોધપુરના જીણાવારી ગામે ધર્મેશ જેસાભાઇ કારેણા પોતાની વાડીની ઓરડીમાં જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે જામનગર એલસીબીની ટીમે દરોડો પાડી ધર્મેશ જેસાભાઇ કારેણા, હિરેન ભગવાનજીભાઈ અમલાણી, ઇકબાલ સુલેમાનભાઈ સંધિ, કાસમ સુલેમાનભાઈ સંધિ, ઉમગં પ્રવીણભાઈ પરમાર,આદમ કારાભાઇ નોઈડા, રાજેશ પ્રવીણભાઈ પરમાર, શાંતિલાલ બાબુભાઇ પરમાર, પ્રવીણ જેશાભાઈ કારેણાને ઝડપી લઇ રોકડ, વાહન અને મોબાઈલ મળી ,૩,૫૨,૦૦૦નો મુદામાલ કબ્જે કરી ગુનો નોંધ્યો હતો.


દેરડી કુંભાજી ગામે જુગાર રમતા સગીર સહીત પાંચ ઝબ્બે: એક ફરાર

દેરડી કુંભાજીના ઉંધા ટીંબી ધાર વિસ્તારમાં કેટલાક શખ્સો ગોળ કુંડાળું વળી તીનપતીનો જુગાર રમી પૈસાની હારજીત કરી રહ્યા હોવાની બાતમીના આધારે સુલતાનપુર પોલીસે દરોડો પાડી મુકેશ ભુપતભાઇ સોમેશ્વર, અરવિંદ સોમાભાઈ દાફડા, શૈલેષ છગનભાઇ મકવાણા, એક સગીર, ને ઝડપી લઇ રોકડ ૧૨,૮૭૦ કબ્જે કર્યા હતા. દરોડા દરમિયાન લાલો રમેશભાઈ દેવીપૂજક નાશી છૂટતા શોધખોળ હાથ ધરી છે.


અમરેલીમાંથી જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા

અમરેલી સીટી પોલીસએ ચિતલ રોડ,સિધ્ધી વિનાયક સોસાયટી પાસેથી જુગાર રમતા કૌશીક નરોતમભાઇ દુવાણીયા, નીકુંજ દીલીપભાઇ કતીરા, સાકેત અનવરભાઇ લાલાણી, અહેસાન રફીકભાઈ રાસડીયા, અમન યુનુસભાઇ લાલાણી, કાર્તીક મહીપાલભાઇ ગોહીલ, રાહત્પલ ઉમેદભાઇ પંજવાણી, પ્રુથ્વીરાજ ગભભાઇ જેબલીયા, હીતેન પ્રકાશભાઇ સોજીત્રાને ઝડપી લઇ રોકડ ૧૧,૩૮૦ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.


અમરેલી તાલુકા પોલીસે વરસડા ગામે જુગાર રમતા આઠને ઝડપ્યા

અમરેલી તાલુકા પોલીસે વરસડા ગામે સદગુ નગરમાં જગદીશભાઇ રવજીભાઇ ભેસાણીયાના વંડા પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા જગદીશ રવજીભાઇ ભેસાણીયા, અશોક બાલાભાઇ ભેસાણીયા (બન્ને રહે.વરસડા તા.જિ.અમરેલી), ઉદય જગદીશભાઇ ભેસાણીયા (રહે.દેવરાજીયા તા.જી.અમરેલી), સુરેશ કેશુભાઇ પાથર (હાલ રહે.અમદાવાદ), દિપક બચુભાઇ ગોહીલ, (રહે.અમરેલી, જેશીંગપરા શેરી નં.૦૩), દીપક રવજીભાઇ ભેસાણીયા (હાલ રહે.અમદાવાદ), દર્શન છગનભાઇ ભેસાણીયા (રહે.વરસડા તા.જી.અમરેલી), જયેશ બાલાભાઇ ભેસાણીયા (રહે.વરસડા)ને ઝડપી પાડી ૬૪,૨૦૦ની રોકડ કબ્જે કરી હતી.


દેરડી જાનબાઇ ગામેથી જુગાર રમતા છ ઝબ્બે

લાઠીના દેરડી જાનબાઇ ગામે ભટ્ટદાદાના ચોક પાસે શેરીમાં જુગાર રમતાપ્રવિણ સોમજીભાઇ સોલંકી, શૈલેષ નાનજીભાઇ મકવાણા, સંજય અશોકભાઇ જાદવ (ત્રણેય રહે.દેરડી (જાનબાઇ) તા.લાઠી ), સંજય દીનેશભાઇ ડાભી, રમેશ મનજીભાઇ ડાભી, (બંને રહે.જુનવદર તા.ગઢડા), જગદીશ ઉર્ફે જગાભાઇ બાબુભાઇ બારૈયા (રહે.આંબલા તા.શિહોર)ને લાઠી પોલીસે દરોડા દરમિયાન પકડી પાડી રોકડ ૧૦,૪૨૦ની કબ્જે કરી હતી.


રાજકોટના બેડલાં ગામે મકાનમાં ચાલતા જુગાર પર દરોડો: છ ઝબ્બે

રાજકોટના બેડલાં ગામે રહેતો લાલજી મોહનભાઇ સરેરિયા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી અંગત સ્વાર્થ માટે નાલ ઉઘરાવી તીનપતીનો જુગાર રમાડી રહ્યો હોવાની બાતમી એરપોર્ટ પોલીસને મળતા બાતમીના આધારે મકાનમા દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક લાલજી મોહનભાઇ સરેરિયા, બચુ સવા મકવાણા, શૈલેષ ગોવિંદભાઇ સાકરીયા (રહે–ત્રણેય બેડલા), રાયધન સવાભાઈ ગણદિયા (રહે–સલખડા, તા.ચોટીલા), વલી ઓસમાણ ખોરાણી (રહે–ભાડલા), પ્રવીણ ગોવિંદભાઇ નાગણી (રહે–શકિત સોસાયટી, રાજકોટ)ને ઝડપી લઇ રોકડ ૧૬૮૦ કબ્જે કરી એરપોર્ટ પોલીસે કાર્યવાહી કરી હતી.


રાજકોટમાં ઝનાના હોસ્પિટલ પાછળ જુગાર રમતા ચાર પકડાયા

રાજકોટમાં ઝનાના હોસ્પિટલની દીવાલ પાછળ જાહેરમાં જુગાર રમતા સલીમ ગફારભાઈ બાબીયા, હત્પસેન રજાકભાઈ દોસાણી, કિશન રાજુભાઈ પંચાસરા, અમીન જવુંરભાઈ શીશાંગીયાને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી રોકડ ૧૮,૧૬૦ કબ્જે કરી ગુનો નોંધ્યો હતો.


વંડાના ધોબા ગામેથી આઠ પકડાયા

ઘોબા ગામે દેવી પુજક વાસ પાસે જાહેર જગ્યામા સ્ટ્રીટ લાઇટના અંજવાળે તીનપતી રમતા નાનજી બાબુભાઇ ચુડાસમા, જીતેન્દ્ર ભગવાનભાઇ બારૈયા, જયસુખ બાલાભાઇ ચુડાસમા, અશોક પોપટભાઇ બદાણીયા, જયસુખ બાબુભાઇ બારૈયા, ગોકુળ નાથાભાઇ ખસીયા, અશોક બાબુભાઇ ખસીયા (સાતેય રહે ઘોબા) ભરત લાભુભાઇ દતેવાડીયા (રહે–ફિફાદ તા.સા.કુંડલા)ને વંડા પોલીસે ઝડપી લઇ ૨૧,૩૦૦ની રોકડ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.


સાવરકુંડલામાંથી ૧૦ શખ્સો ઝડપાયા

સાવરકુંડલા ટાઉનમાંથી જુગાર રમતા પ્રવિણ કાળુભાઇ રાઠોડ, સંજય મધુભાઇ મકવાણા, વિપુલ નાનજીભાઇ સુરાચંદા, વિજય ગોબરભાઇ ડાભી, જગદીશ કાળુભાઇ ઉનાવા, કીશન ભકાભાઇ સુરાચંદા, વિજય ઘુઘાભાઇ મકવાણા ( તમામ રહે.સાવરકુંડલા)ને ઝડપી પાડી રોકડ ૧૬,૨૮૦ની મત્તા કબ્જે કરી હતી. બીજા દરોડામાં પ્રકાશ ભુપતભાઇ યાદવ, અજય હસુભાઇ સોલંકી, વિપુલ બાલાભાઇ પાટડીયા ( રહે.સાવરકુંડલા)ને ઝડપી પાડી ૧૦,૨૮૦ની રોકડ કબ્જે કરી સાવરકુંડલા પોલીસે ગુનો નોંધ્યો હતો.


નાગેશ્રીમાંથી એલસીબીએ પાંચને પકડાયા

નાગેશ્રીના મહડી વિસ્તારમાં એલસીબીએ દરોડો પાડી દિલુ રામભાઇ બોરીચા, મનુ બદભાઇ વ, મંગળુ ધુસાભાઇ બોરીચા, બાલુ કાળુભાઇ વ, ગભ ધુસાભાઇ બોરીચા (તમામ રહે.નાગેશ્રી તા.જાફરાબાદ)ને ઝડપી પાડી રોકડ ૧૯,૩૫૦ની મત્તા કબજે કરી કાર્યવાહી કરી હતી.


ખાંભાના માલકનેસ ગામે ચાર મહિલા સહિત ૧૧ વ્યકિત ઝડપાયા

ખાંભાના નવા માલકનેસ ગામે જુગારની બાતમીના આધારે ખાંભા પોલીસે દરોડો પાડી હિંમત ઘુઘાભાઇ જાદવ, દિનેશ સોમાતભાઇ બારૈયા, રામજી સામતભાઇ પરમાર, શંભુ વશરામભાઇ જાદવ, વીપુલ વલ્લભભાઇ જાદવ, મધુ નારણભાઇ બારૈયા, પુનીબેન કાબાભાઇ મકવાણા, મનીષાબેન વાઘાભાઇ મકવાણા, કાન્તુબેન વાઘાભાઇ મકવાણા, મુકતાબેન હિંમતભાઇ જાદવ, કાજલબેન સાદુળભાઇ સોલંકી (તમામ રહે.નવા માલકનેસ)ને ઝડપી પાડી રોકડ ૩૮૮૦ની રોકડ કબ્જે કરી હતી.


વંથલીના ધંધુસર સીમ વિસ્તારમાં જુગાર કલબ ઝડપાઈ

વંથલી પોલીસે ધંધુસર ગામે સીમ વિસ્તારમાં આવેલી વાડીમાં ચાલતી જુગારની કલબ પર દડો પાડો હતો. બરોડા દરમિયાન આઠ શખ્સો ને ૧.૮૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.  આ અંગે પ્રા વિગત મુજબ ધંધુસર ગામની શોભા વાળી સીમમાં રહેતા રાજેશભાઈ ઉર્ફે રાજાભાઈ દીવરાણીયા તેની વાડીએ જુગારની કલબ ચલાવતા હોવાની બાતમીને આધારે વંથલી પોલીસે દરોડો પાડો હતો. અને જુગાર સંચાલક રાજેશભાઈ ઉર્ફે રાજાભાઈ દીવરાણીયા, મિલન ચાવડા, કિશોરભાઈ જીલડીયા, સુભાષભાઈ જીલડીયા, રોહિત વાજા, કિશોર વાજા, અનિલ વાઘ, લખન વદર આઠ જુગારીઓને .૪૨,૫૦૦ ની રોકડ, સાત મોબાઈલ, ચાર મોટરસાયકલ સહિત ૧.૮૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


માણાવદરના નાનડિયાની સીમમાં છ જુગારીઓ ઝડપાયા

માણાવદર પોલીસે નાનડિયા ગામની સીતાણા રોડ પર આવેલી  સીમમાં દરોડો પાડો હતો યાં જાહેરમાં જુગાર રમતા વિનોદ કુમાર સવસાણી, અશોક ચોવટીયા, જીતેન્દ્ર કાસુન્દ્રા, અરવિંદ સવસાણી, લમીદાસ સવસાણીન અને વિઠ્ઠલ ગરાળાને .૧૨ બજારની રોકડ, છ મોબાઈલ સહિત ૪૨ હજારના મુદ્દામાલ સાથે ઝડપી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


મોરબીના વીસીપરામા જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી સિટી બી ડીવીઝન પોલીસ ટીમ નાઈટ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વીસીપરા વિસ્તારમાં મદિના સોસાયટી શેરી નં –૦૧માં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો રહીમ સુમરા રહે–મોરબી વીસીપરા મદીના સોસાયટી શેરી નં.૧ મોરબી, સુલતાન સુમરા રહે–મોરબી વીસીપરા મદીના સોસાયટી શેરી નં.૧, નીઝામ દાવલીયા રહે– મોરબી વીસીપરા ફુલછાબા કોલોની શેરી નં.૨ તથા ઇમરાન માણેક રહે. વિસીપરા કુલીનગર શેરી નં –૨ મોરબીવાળાને રોકડ રકમ . ૪૬૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિદ્ધ સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


માળિયા મીયાણામા રહેણાંક મકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું

નવા રેલ્વે સ્ટેશને સામે તીનપત્તીનો જુગાર રમતા ૧૬ ઈસમોને રોકડ રકમ . ૧,૦૯,૪૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પોલીસ અને મોરબી એલસીબી પોલીસને સંયુકતમા મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા માળિયા મીયાણામા નવા રેલ્વે સ્ટેશન સામે આરોપી સુલેમાનભાઈ દાઉદભાઈ માલાણીના રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા વિવિધ વિસ્તારમાં રહેતા ૧૬ ઈસમો સુલેમાન માલાણી, હાજી આમીન જાનમામદ જેડા, હકીમ રસુલ ભટ્ટી, કાસમ જુમા મોવર, ઇમ્તીયાઝ સુલેમાન માલાણી, હસન કરીમ મુસાણી, ફાક અલીમામદ જેડા, આરીફ શેરઅલી લધાણી મિંયાણા, અલાઉદીન મુસાભાઇ જામ, મહેબુબ હરધોર મોવર, આદમ વલીમામદ જેડા, સીકંદર જાનમામદ જેડા, ઇકબાલ રાણા મોવર, ઇલીયાસ જાનમામદ ભટ્ટી, સલીમ ગુલામ હત્પશેનભાઇ ભટ્ટી, કાદર હાસમ સખાયાને રોકડ રકમ . ૧,૦૯,૪૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


જામનગર પંથકમાં ૪ મહિલા સહિત ૩૦ જુગારીઓ ઝડપાયા

જામનગરના રાજગોરફળી શેરી ન.ં ૨માં પાકગમાં તિનપતીનો જુગાર રમતા રાજગોરફળી પ્રશાંત એપાર્ટમેન્ટ બ્લોક ૪માં રહેતા ભરત મોહન કલ્યાણી, રામેશ્ર્વરનગર–૨માં રહેતા પંકજ બળવંતરાય દવે, નરેશ ચમનલાલ શાહ, ધનઅપુર્વ એપાર્ટમેન્ટમાં રહેતા સુરેશ વલ્લભ બુધ્ધદેવ અને પટેલ કોલોની અતુલ એપાર્ટમેન્ટમાં રહેતા લવેશ કાંતીલાલ વ્યાસને પકડી પાડી રોકડા ૧૫૩૦૦ અને ગંજીપતા જપ્ત કર્યા હતા.


ધ્રોલના લતીપરથી પીઠડ રસ્તા પર જાહેરમાં તિનપતીનો જુગાર રમતા લતીપરના અશ્ર્વીન બટુક વાઘેલા, ભુપત રામજી વાઘેલા, ચંપાબેન કેશુ વાઘેલા, નીમીબેન ભરત વાઘેલા, વિજયાબેન લવજી વાઘેલા અને મીનાબેન મનસુખ વાઘેલાની અટકાયત કરી રોકડા ૬૩૯૦ કબ્જે કર્યા હતા.


આ ઉપરાંત જામજોધપુરના મોટાવડીયા ગામમાં શેરીમાં તિનપતીનો જુગાર રમતા મોટાવડીયાના ભરત દેવશી કરંગીયા, ભીખા કેશુર ગોજીયા, અરશી મેરામણ કરંગીયા, મહેશ મંગા વાઘ, જીતેન્દ્ર ઉર્ફે ભયલો કરશન ખવા અને પિયુશ હમીર કરંગીયા નામના ઇસમોને રોકડા ૧૦૬૦૦ અને ગંજીફા સાથે દબોચી લીધા હતા જયારે બીજા દરોડામાં તિનપતીનો જુગાર રમતા બસ સ્ટેન્ડ બાજુમાં રહેતા ધવલ ઉર્ફે કાનો કિશોર ખાંટ, કડીવારનાકાના પ્રદિપકુમાર રમણીક બરોચીયા અને ખાટપા વિસ્તારના અશ્ર્વીન કાંતીલાલ ભાયાણીને રોકડ ૧૬૩૦૦ અને ગંજીપતા સાથે પકડી લીધા હતા.


મોટા વડીયા ગામમાં પોલીસે ત્રીજો દરોડો પાડયો હતો જેમા મંદિર પાસેની શેરીમાં જાહેરમાં જુગાર રમતા મોટા વડીયાના વજશી અરજણ કરંગીયા, ભોજા રામા બડીયાવદરા, ડાડુ સુમાત કરંગીયા, મુકેશ દેવાણદં કરંગીયા, રાજશી ખીમા ડાંગર અને અરશી અમીત ગાગીયાને રોકડા ૩૩૩૪૦ અને ગંજીપતા સાથે પકડી લીધા હતા.
અન્ય દરોડામાં જામનગરના કુંભારવાડા પઠાણફળીના ખુણે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ઘાંચીવાડના ઇમરાન ઉર્ફે લીંબો કાસમ માડકીયા, ક્રિષ્ના પાર્ક ઘાંચી કબ્રસ્તાન પાસે રહેતા મહેબુબ ઉર્ફે પચાસીયો મેસનઅબા રૂમી, વાઘેરવાડાના ઇબ્રાહીમ હારૂન બસર, બચુનગરના ઇબ્રાહીમ સીદીક સોઢા નામના ઇસમોને રોકડા ૧૧૭૦૦ અને પાસા સાથે પકડી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News