રાજકોટ શહેર જિલ્લ ામાં રેશનીંગ કાર્ડ ઈ–કેવાયસી કરાવવા એટલે લોઢાના ચણા જેવું કાર્ડધારકો માટે બન્યું હતું. છેલ્લ ા થોડા દિવસોથી અંધાધુંધી થતી હતી અંતે કલેકટર તત્રં દ્રારા કામગીરી હળવી અને ઝડપી બને તે માટે વધુ ૧૪ ઈ–કેવાયસી નોંધણી કેન્દ્રો શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે અને મામલતદાર કચેરી ખાતે કેન્દ્રો શરૂ થશે.
ઈ–કેવાયસી હોય તો જ રેશનીંગ કાર્ડ પર અનાજ પુરવઠો અને શાળામાં સ્કોલરશીપ માટે પણ ઈ–કેવાયસીનો આગ્રહ રખાતો હોવાથી જિલ્લ ામાં અત્યારે માત્ર ઝોનલ કચેરીઓ ખાતે કાર્ડ ઈ–કેવાયસીની કામગીરી ચાલે છે અને લાંબી લાઈનો લાગે છે. જેને લઈને રોજબરોજ કચેરી પર દેકારા થતા રહે છે. સવારે ૧૦ થી ૧૨ સુધી આ કામગીરી થતી હોય લાઈનમાં ઉભા રહેતા લોકોના વહેલી સવારથી વિન્ડો પર લાગેલી લાઈનોમાં કારણે નોંધણીમાં ક્રમ આવતા ન હતા અને એવા પણ આક્ષેપ થતા હતા કે, નોંધણી માટે ઉઘરાણા કરવામાં આવે છે. ઝોનલ કચેરી પર રેશન કાર્ડ ધારકો થાકીને રડવા લાગ્યા અને તત્રં સામે બળાપો પણ કાઢતા હતા.
ઈ–કેવાયસી નોંધણીમાં થતી હાડમારી કલેકટરના ધ્યાને આવી હતી અને હવેથી આ કેન્દ્રો પર અધિકારીઓને પણ ફરજીયાત જવાબદારી સોંપવામાં આવી હતી. આ ઉપરાંત વહેલી તકે આ કામગીરી આટોપાય તે માટે રાજકોટ જિલ્લ ામાં મામલતદાર કચેરીમાં વધુ ૧૪ સ્થળે ઈ–કેવાયસી માટે કેન્દ્ર ચાલુ કરવા પુરવઠા અધિકારી દ્રારા કલેકટર પાસે મંજુરી માગવામાં આવી છે. એટીવીટી કેન્દ્રોમાં ઈ–કેવાયસી કામગીરી શરૂ થશે.
જુની કલેકટર કચેરી પુરવઠા ઓફીસ ખાતે છેલ્લ ા બે દિવસથી થયેલા દેકારાના પગલે ત્યાં સ્ટાફ વધાર્યેા અને અધિકારીને જવાબદારી સોંપાતા આજે ગાડી પાટે ચડી હતી. બપોરે ૧૨ વાગ્યે નોંધણી સમય પુર્ણ થાય તે પહેલા જ રેશનકાર્ડ ધારકોના ઈ–કેવાયસી કમ્પલીટ થઈ ગયા હતા અને એકપણ વેઈટીંગ રહ્યું ન હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમજીવાણા પાસે બાઈક સ્લીપ થતા લાલપુર પંથકના યુવાનનું નીપજ્યું મોત
June 11, 2025 02:33 PMસોઢાણા ગામે એકલવાયા જીવનથી કંટાળી જઇને વૃદ્ધે કર્યો આપઘાત
June 11, 2025 02:32 PMપોરબંદરમાં મચ્છર મારવાની ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત
June 11, 2025 02:31 PM‘ધબાય નમ:’ થશે તો મનપાનું તંત્ર જવાબદારી સ્વીકારશે?
June 11, 2025 02:30 PMપોરબંદર જિલ્લાની ત્રણેય આઈ.ટી.આઈ.માં ફોર્મ ભરવાની કાર્યવાહી થઈ શ
June 11, 2025 02:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech